લાંબી વિચારણા અને ચિંતન બાદ આખરે રાહુલ દ્રવિડનું સ્થાન વીવીએસ લક્ષ્મણને સોંપવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. બીસીસીઆઈએ પણ સત્તાવર રીતે તે અંગેની મંજૂરી આપી દીધી છે. રાહુલ દ્રવિડે હાલમાં જ એનસીએના વડા પદ પરથી રાજીનામું આપ્યું છે. હવે બીસીસીઆઇએ આ જવાબદારી માટે દ્રવિડને બદલે તેના જૂના મિત્રની નિમણૂક કરી છે. રાહુલ દ્રવિડ ‘મિસ્ટર ભરોસામંદ’ તરીકે જોણીતા છે.
ભૂતપૂર્વ બેટ્‌સમેન લક્ષ્મણ ૧૩ ડિસેમ્બરે નેશનલ ક્રિકેટ એકેડમીમાં ક્રિકેટના વડા તરીકે જોડાશે કારણ કે બીસીસીઆઇની વાર્ષિક સામાન્ય સભામાં અન્ય કોચ સાથે તેમની નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી.
કોલકાતામાં યોજોયેલી બેઠકમાં, રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના ઝડપી બોલિંગ કોચ તરીકે વીવીએસ લક્ષ્મણની સાથે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બોલિંગ કોચ ટ્રોય કુલીની નિમણૂક કરવા પર સહમતિ સધાઈ હતી.
આ મામલાની જોણકારી ધરાવતા બીસીસીઆઈના એક અધિકારીએ ગોપનીયતાની શરતે પીટીઆઈ-ભાષાને કહ્યું, ‘લક્ષ્મણ સાથે કરાર પહેલા જ થઈ ચૂક્યો છે. તેની છેલ્લી મીડિયા જવાબદારી ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચેની બીજી ટેસ્ટ છે. તે ૧૩ ડિસેમ્બરથી બેંગલુરુમાં એનસીએમાં જોડાશે. અંડર-૧૯ આઈસીસી વર્લ્‌ડ કપ દરમિયાન તે થોડો સમય વેસ્ટ ઈન્ડીઝમાં પણ રહેશે.
બીસીસીઆઇના એક અધિકારીએ કહ્યું કે એનસીએ કોચ હૃષિકેશ કાનિટકર અથવા સિતાંશુ કોટક અંડર-૧૯ વર્‌્્ડ કપ દરમિયાન ભારતીય ટીમમાં મુખ્ય કોચની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યુંકે, “અમે એનસીએની તમામ કોચિંગ નિમણૂકોને પણ અંતિમ સ્વરૂપ આપી દીધું છે અને તેની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે,”
બીસીસીઆઇ પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહને ક્રિકેટ સાઉથ આફ્રિકા દ્વારા ૨ જોન્યુઆરીએ યોજોનાર વાર્ષિક નેલ્સન મંડેલા ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. કોરોના વાયરસના નવા સ્વરૂપ ‘ઓમિક્રોન’ના વધતા જતા કેસને જોતા હજુ સુધી એ નક્કી નથી થયું કે બીસીસીઆઇના વરિષ્ઠ અધિકારીઓ આ ઈવેન્ટનો ભાગ બનશે કે નહીં.
ભારત દક્ષિણ આફ્રિકામાં આગામી ૩ ટેસ્ટ અને ૩ વનડે શ્રેણી માટે ૨૦ ખેલાડીઓ સાથે વધારાના નેટ બોલરો પણ મોકલશે. આ ૨૦ સભ્યોમાંથી કેટલાક એવા ખેલાડીઓ પણ હશે જે હાલમાં છ શ્રેણી માટે દક્ષિણ આફ્રિકામાં છે. બોર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે, “તેમાંથી મોટા ભાગના ત્રીજી છ ટેસ્ટ પછી પરત આવશે, પરંતુ કેટલાક ખેલાડીઓને મુખ્ય ટીમ અથવા નેટ બોલર માટે પસંદ કરવામાં આવશે.”