ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ એક ટીવી કાર્યક્રમમાં ગઠબંધનને જોડાયેલા સવાલના પણ ખુલ્લા મને જવાબ આપ્યા હતાં.ભાજપ અધ્યક્ષ નડ્ડાએ કહ્યું કે અમે સમ્માનજનક રીતે દરેક ગઠબંધનના સાથીઓને સાથે ચાલી રહ્યાં છીએ અમે ઇચ્છતા નથી કે કોઇ અમારો સાથ છોડીને જોય પરંતુ અમે અમારી નીતિઓથી પીછેહટ કરીશું નહીં
શિરોમણી અકાલી દળની સાથે ગઠબંધન તુટવાને લઇ જે પી નડ્ડાએ કહ્યું કે સુખબીર સિંહ બાદલ આવ્યા હતાં અને કહ્યું કે અમે તમારીથી સમર્થન પાછું લઇ રહ્યાં છીએ.તેમણે કહ્યું કે અકાલી દળ પોતાની જોતે ગયું હતું.ચુંટણીના સમયે પણ એ માંગ ઉઠી હતી કે ભાજપ એકલા હાથે ચુંટણી લડે પરંતુ ત્યારે મોદીજીએ કહ્યું હતું કે અકાલી દળ સાથે આપણુ સૌથી જુનુ ગઠબંધન છે તેને આપણે તોડીશું નહીં
કૃષિ કાનુન લાગુ થયા બાદ કિસાનોના મુદ્દે અકાલી દળે પોતાનું સમર્થન પાછુ લઇ લીધુ હતું. હવે કૃષિ કાનુન સરકારે પરત ખેંચ્યુ છે તો શું અકાલી દળ સાથે ફરીથી ગઠબંધનની વાત ચાલી રહી છે તેના જવાબમાં નડ્ડાએ કહ્યું કે તેમની સાથે અમારી કોઇ વાત ચાલી રહી નથી કેપ્ટન અમરિંદર સિંહને લઇ પુછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે હાં કેપ્ટન સાથે અમારી વાત ચાલી રહી છે.
નડ્ડાએ કહ્યું કે પંજોબમાં ભાજપ માટે સારૂ વાતાવરણ છે એ યાદ રહે કે નવા કૃષિ કાનુન લાગુ કર્યા બાદ શિરોમણી અકાલી દળે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનથી અલગ થવાની જોહેરાત કરી દીધી હતી.હરસિમરત કૌર બાદલે અકાલી દળના કવોટાથી કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતું હવે સરકારે કૃષિ કાનુન બિલ પાછુ ખેંચી લીધુ છે.