દેશના અર્થતંત્રને તોડી પાડવા માટે ગુનેગારો નકલી નોટો છાપીને ફરતી કરવા અવનવા કિમિયા અપનાવી રહ્યા છે અને સરકાર અને લોકોની આંખોમાં ધૂળ નાખી રહ્યા છે. અમદાવાદની ખાનગી અને રાષ્ટ્રીય કૃત ૧૮ બેન્કોમાંથી બે વર્ષમાં બનાવટી ૫૦૦, ૧૦૦, ૨૦૦ અને ૫૦ના દરની રૂપિયા ૫.૬૭ લાખની કિંમતની કુલ ૧૬૫૯ ચલણી નોટો પકડાઇ છે.
ચોકાવનારી બાબત એ છે કે કમિશન લઇને ગુનેગારો એ.ટી.એમ. યુનિટમાં હોય છે તે કેશ ડિપોઝીટ મશીનમાં તથા બેન્કમાં ભરીને બજારમાં ફરતી કરી રહ્યા છે. નકલી નોટો બનાવવામાં એટલી ચોકસાઇ રખાતી હોય છે કે ખુદ બેન્ક મેનેજર કે પછી બેન્ક કર્મચારી પણ અસલી અને નકલી વચ્ચેનો ભેદ પારખી શકતાં નથી.
ક્રાઇમ બ્રાંચ એસ.ઓ.જીમાં નોકરી કરતા એ.એસ.આઇ. લિયાકતઅલીએ અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓને અમદાવાદની ૧૮ જુદી જુદી બેન્કમાંથી નકલી નોટો મળી આવી હતી. જેમાં આઇ.સી.આઇ. બેન્કમાંથી ૫૦૦ના દરની ૨૭૨ તથા ૨૦૦ની ૭૨ તેમજ ૧૦૦ના દરની ૭૯ અને ૫૦ના દરની ૨૭ મળ કુલ ૪૫૦ બનાવટી ચલણી નોટો કોઇક અજાણી વ્યક્તિ દ્વારા બેન્કમાં ભરી હતી. તેમજ એચ.ડી. એફ.સી બેન્કમાં પણ ૫૦૦, ૨૦૦, ૧૦૦ અને ૫૦ની કુલ ૫૩૧ નોટો તેમજ ભારતીય રિઝર્વ બેન્કમાંથી ૨૦૭ નકલી નોટો મળી આવી હતી.
આ પ્રમાણે કાલુપુર કા.ઓ. બેન્ક તથા એક્સિસ બેન્ક અને બેન્ક ઓફ બરોડા, સાસ્વત બેન્ક અને આઇ.ડી.આઇ. બેન્ક તથા એસ.બી.આઇ સહિત કુલ ૧૮ બેન્કમાંથી કુલ બે વર્ષમાં બનાવટી ૫૦૦, ૧૦૦, ૨૦૦ અને ૫૦ના દરની રૂ. ૫.૬૭ લાખની કિંમતની કુલ ૧૬૫૯ ચલણી નોટો પકડાઇ છે. પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે કેશ ડિપોઝીટ મશીન તથા બેન્કમાં આવી નકલી નોટો ભરનારાની તપાસ શરુ કરવામાં આવી રહી છે.
કઇ કઇ ચલણી નોટો પકડાઇ
રૂપિયા કેટલી નોટો
૨૦૦૦ ૦૬
૫૦૦ ૮૯૫
૨૦૦ ૩૭૪
૧૦૦ ૨૭૪
૫૦ ૧૧૦
કુલ ૧૬૫૯
અમદાવાદની ૧૮ બેન્કમોંથી પકડાયેલી બનાવટી ચણણી નોટોમાં વર્ષો પહેલા સરકાર દ્વારા બંધ કરાયેલા રૂ. ૨૦૦૦ના દરની ૦૬ નોટો મળી આવી હતી આશ્ચર્યની વાત તો એ છે કે આ નોટો બંધ થયે ૧૦ વર્ષનો સમય થયો હોવા છતાં બેન્ક કર્મચારીઓએ કેવી રીતે સ્વીકારી. બીજી તરફ ડુપ્લીકેટ નોટોમાં કલર ઝેરોક્ષ તથા ચિલ્ડ્રન નોટો પણ સમાવેશ થાય છે.





































