ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈનાં વાનખેડે ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ બીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. ત્યારે આ મુંબઈ ટેસ્ટ મેચમાં ઈતિહાસ રચાઈ ગયો છે. ન્યૂઝીલેન્ડનાં એજોઝ પટેલે ભારતીય ઇનિંગ્સની તમામ દસ વિકેટ ઝડપી છે, આ સાથે તેણે મહાન ભારતીય સ્પિનર અનિલ કુંબલેનાં રેકોર્ડની બરાબરી કરી લીધી છે. મુંબઈ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં એજોઝ પટેલે ટીમ ઈન્ડિયાનાં તમામ દસ બેટ્સમેનોની વિકેટો ઝડપી હતી.
આજની મેચમાં જો તમે ભારતનું સ્કોર કાર્ડ જોશો તો એક તરફ તમને ભારતનાં બેટ્સમેનોનાં નામ દેખાશે અને બીજી બાજુ તમને વિકેટ લેવાની લાઇનમાં એક જ નામ દેખાશે અને તે છે એજોઝ પટેલ. કિવિ સ્પિનરે આજે ધમાલ મચાવી હતી. ભારતનાં તમામ બેટ્સમેનો એક જ બોલરનાં શિકાર બન્યા હતા. ૧૫૦ રન બનાવનાર મયંક અગ્રવાલ હોય કે શૂન્ય પર આઉટ થનાર અÂશ્વન હોય. આ બોલરથી કોઈ બચ્યું ન હતું. આ બોલરે મુંબઈની વાનખેડેની પીચ પર જબરદસ્ત બોલ ટર્ન કરાવ્યો હતો. આ બોલરે મયંક, શુભમન, પૂજોરા અને કોહલી જેવી મોટી વિકેટ લીધી હતી. જ્યારે પણ Âસ્પનરોની વાત આવે છે, ત્યારે બોલનાં ટપ્પાની વાત થાય છે. એજોઝ પટેલ એ જ ટીપ્પાને પકડીને સતત બોલ ફેંકતો રહ્યો. તેનો લાભ તેને મળ્યો. હવામાન ભલે સ્પિનર મુજબ હોઈ શકે છે પરંતુ વિકેટ માટે સારો બોલ ફેંકવો પડે છે. એજોઝ આ કારનામું કરનાર પ્રથમ કિવી સ્પિનર બની ગયો છે. એજોઝે આ ઇનિંગમાં ૪૮ ઓવર નાંખી હતી. જેમાં તેણે ૧૧૯ રન આપ્યા અને ૧૦ વિકેટ પોતાના નામે કરી.
એજોઝ પહેલા કિવી બોલર જીતન પટેલે ૨૦૧૨માં ભારતમાં ૪ વિકેટ લીધી હતી. આ સાથે પટેલે એક જ ઇનિંગમાં ૩ વખત ૫ વિકેટ લેવાની સિદ્ધિ પણ બતાવી છે. તે કિવિ સ્પિનર દ્વારા એક ઇનિંગમાં ૫ વિકેટ લેનાર પ્રથમ બોલર પણ બની ગયો છે. આ પહેલા મેચમાં એજોઝે મેચ ડ્રો કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.