એચ.બી.સંઘવી મહિલા આર્ટસ તથા કોમર્સ કોલેજ ખાતે મહિલા દિનની ઉજવણી નિમિતે ભવ્ય રેલી તથા મહિલા સશકિતકરણ અંગે વ્યાખ્યાન યોજાયું હતું. રેલીનો હેતુ નારી જાગૃતિ હતો. આ દરમિયાન કાલેજ પ્રિન્સિપાલ ડો.રીટાબેન રાવળ દ્વારા નારી વિકાસગાથામાં પ્રાચીન સમયની નારીથી અવિરત આધુનિક યુગની પ્રગતિની સફરને વર્ણવવામાં આવેલ હતી. આ તકે કેમ્પસ ડાયરેક્ટર ડો.જીજ્ઞેશ વાજા, સેક્રેટરી બાલકૃષ્ણ ત્રિવેદી તથા કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસે શુભેચ્છા વ્યક્ત કરી હતી. કાર્યક્રમની આભારવિધિ એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફીસર પ્રો.જાગૃતિ બેન ડી. તેરૈયાએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા કાલેજનાં સ્ટાફ તથા એન.એસ.એસ.સ્વયં સેવકોએ ભારે જેમહત ઉઠાવી હતી.