એચ.બી. સંઘવી મહિલા આટ્ર્સ અને કોમર્સ કોલેજમાં ગુરુપૂર્ણિમા અને પ્રથમ વર્ષની વિદ્યાર્થિનીઓના સ્વાગત દિવસની સંયુક્ત ઉજવણી ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. સમારંભના અધ્યક્ષ તરીકે ટી.જે.બી.એસ ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સીમાબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે આર.કે. સાયન્સ સ્કૂલના ટ્રસ્ટી કમલેશભાઈ હડીયા, કોલેજ કેમ્પસ સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ, કેમ્પસ ડાયરેક્ટર ડા. જિજ્ઞેશભાઈ વ્યાસ તેમજ પત્રકારો યોગેશભાઈ કાનાબાર અને ગોપાલભાઈ રાઠોડ હાજર રહ્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થિનીઓએ નૃત્ય, નાટક, ગીત, વક્તવ્ય અને લોકનૃત્ય સહિતનો રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યો હતો. પ્રિન્સિપાલ સીમાબેન પંડ્યાએ નવા પ્રવેશ પામેલી વિદ્યાર્થિનીઓને આવકારી ગુરુનું મહત્વ સમજાવ્યું હતું.