ગુજરાત બોર્ડનું ધો.૧રનું વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમરેલીની શ્રીમતી એચ.એસ. ગજેરા વિદ્યાસભા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ જાળવી રાખ્યું છે. ગજેરા સ્કૂલના વિદ્યાર્થીઓએ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં એ-વન ગ્રેડ સાથે અમરેલી જિલ્લામાં શ્રેષ્ઠ પરિણામનો દબદબો જાળવી રાખ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી ઓછી ફીમાં ઉત્તમ શિક્ષણ સાથે અત્યાધુનિક ટેકનોલોજીથી અભ્યાસ અને અનુભવી તથા નિષ્ણાત શિક્ષકોની ટીમ દ્વારા સતત માર્ગદર્શનના કારણે વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. આ સંસ્થામાં વિશાળ ઈન્ફ્રાસ્ટ્રકચર સ્માર્ટ કલાસ દ્વારા શિક્ષણ, આધુનિક લેબ, રોબોટિકસ લેબ, રમતગમતમાં રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ પણ અહીંના વિદ્યાર્થીઓ અવ્વલ આવેલ છે.
વિદ્યાર્થીઓને શાંત અને અનુકૂળ વાતાવરણમાં શિક્ષણ અને સંસ્કાર દ્વારા બાળકોની શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર કરવામાં સંસ્થા મહત્વનું યોગદાન આપી રહી છે. વિજ્ઞાન પ્રવાહમાં શાળામાં પ્રથમ અને જિલ્લામાં તૃતીય કચ્છી પ્રિન્સ ૯૯.૭૦ પીઆર તેમજ ઓઝા સિધ્ધાર્થે ગણિતમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં ટાંક મિતુલએ ૯૯.પ૭ પીઆર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત બોર્ડનું ર૦ર૩-ર૪નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮ર.૪પ ટકા અને સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૧.૯૩ છે.
ત્યારે અમરેલી જિલ્લાનું શાંતાબેન હરિભાઈ ગજેરા ઉ.મા. અમરેલીનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૯પ.૩૭ ટકા અને સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૪.૮ર ટકા છે. આ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરવા બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, મંત્રી ચતુરભાઈ ખુંટ, કેમ્પસ ડાયરેકટર વસંતભાઈ પેથાણી તેમજ પ્રિન્સીપાલ, સ્ટાફગણે વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે અને ઉત્તરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.