આગામી ૭ દિવસને લઈને ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૨૪ કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા બતાવવામાં આવી છે. ગુજરાતમાં એકસાથે ૨ સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતથી બંગાળ સુધી ટ્રફ તથા ઉત્તર પૂર્વ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. આગામી ૫ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હવામાન
આભાર – નિહારીકા રવિયા વિભાગે આપી છે. પવનની ગતિ ૪૦ થી ૫૦ કિ.મી.ની રહેશે. બીજી બાજુ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવી છે. ૨૨ જૂને સૂર્ય આદ્રા નક્ષત્રમા પ્રવેશ બાદ ફરી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે.
અંબાલાલ પટેલે નવો ધડાકો કહેતા જણાવ્યું કે, ગુજરાતની નદીઓમાં પૂર આવે તેવો વરસાદ આવશે. છેલ્લાં ૨૪ કલાકમાં ગુજરાતના ૮૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પંચમહાલના જાંબુઘોડામાં સૌથી વધુ ૮ ઈંચ વરસાદ પડ્યો. તો છોટાઉદેપુરના પાવી જેતપુરમાં સવા ૪ ઈંચ વરસાદ નોંધાયો. આણંદના પેટલાદમાં પોણા ૪ ઈંચ, વલસાડના કપરાડામાં ૩ ઈંચ વરસાદ રહ્યો. તો ગુજરાતના ૨૩ તાલુકામાં ૧ ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો.
અરબ સાગરમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત પર આવ્યું છે. જેના પરિણામે આગામી ૨૨ જૂન સુધી દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ, ડાંગ. સુરત, નર્મદા, ભરૂચ અને સૌરાષ્ટÙના ભાવનગર અને દ્વારકા જેવા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ આવશે. આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્્યતા છે. તો સાબરાકાંઠા, પંચમહાલમાં પણ છૂટોછવાયા ભારે વરસાદની શક્્યતા છે. મહીસાગરના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે.
અંબાલાલ પટેલે નક્ષત્રો મુજબ આગાહી કરતા કહ્યું કે ૨૨ જૂને સૂર્ય સવારે આદ્રા નક્ષત્ર પ્રવેશ કરશે. આદ્રા નક્ષણનું પાણી કૃષિ માટે સારું ગણાય છે. ૨૨, ૨૩ ૨૪ જૂને રાજ્યના અનેક ભાગોમાં વરસાદની શક્્યતા છે. આદ્રા નક્ષત્ર બેસ્યા બાદ ૨-૩ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની શક્્યતા છે. રાજ્યમાં ૨૪થી ૩૦ જૂન સુધીમાં ભારે વરસાદની આગાહી છે. તેથી લો લાઈન વિસ્તારમાં સાવચેતી રાખવાની જરૂર છે.
સૂર્ય આદ્રા નક્ષત્રમાં આવતા ભારે વરસાદનું વહન આવી રહ્યું છે. જે બાદ આગામી ૨૪ થી ૩૦ જૂન દરમિયાન બંગાળના ઉપસાગરના લીધે જે વહન આવશે, તેના પરિણામે ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદ પડવાની શક્્યતા રહેશે. ભારે વરસાદના કારણે રાજ્યની અનેક નદીઓમાં પૂર પણ આવી શકે છે. સાબરમતી અને નર્મદા જેવી નદીઓનું જળસ્તર વધી શકે છે.