સાવરકુંડલામાં એક વર્ષ પહેલા થયેલા ઝઘડાનો ખાર રાખી યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ અંગે મેહુલભાઈ જેન્તીભાઈ વાઘ (ઉ.વ.૨૨)એ રાજુભાઈ સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમની તથા આરોપીઓ વચ્ચે એક વર્ષ પહેલા માથાકૂટ થઈ હતી. જેનું મનદુઃખ રાખી આરોપીએ તેમને ગાળો આપી ધાબા પરથી પથ્થરનો છુટ્ટો ઘા માથામાં મારી મુંઢ ઈજા પહોંચાડી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.એસ.કામળીયા વધુ તપાસ કરી રહ્યા છે.