નવસારીમાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક સ્થળે હજુ પાણી-પાણી છે. પૂરના પાણી ઘરમાં ઘૂસતા લોકોના ઘરવખરીને નુકસાની થઈ છે. હજી પણ પૂર્ણા નદી ભયજનક સપાટી પર વહી રહી છે. આ કારણે મોડી રાત્રે ૫૫૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું. નવસારી તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં પુરની સ્થિતિને જાતા નવસારી શહેરી વિસ્તારની શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરાઈ છે. જિલ્લાની અન્ય શાળાઓ અને આંગણવાડીઓમાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ રજા આપી દેવાઈ છે. નવસારી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ઉપરવાસમા પડેલા ભારે વરસાદના કારણે પુર્ણા નદીકાંઠાના વિસ્તારો એલર્ટ મોડ પર છે. આ કારણે શાળા-કોલેજા અને આંગણવાડીમા રજા જાહેર કરવામાં આવી છે. નવસારી શહેર અને જલાલપોર વિસ્તારની શાળા કોલેજા અને આંગણવાડીમાં રજા જાહેર કરવામા આવી છે. ડીઈઓએ સોશિયલ મીડિયા એકસ પર પોસ્ટ કરી જાહેરાત કરી છે.
શહેરના રિંગ રોડ ભેંસત ખાડા કમલા દરવાજા મીઠીલા નગરી જેવા વિસ્તારોમાં હજી પણ પાણી ઓસર્યા નથી. પૂરના પાણી ઘરમાં પ્રવેશી જતા લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું છે. પૂર્ણાની જળ સપાટી હજુ પણ ભયજનક સપાટી પર છે. શહેરમાં પોલીસ સ્થિતિ બનતા ૫૫૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં જ્યાં પાણી ઉતર્યા ત્યાં સફાઈ શરૂ કરવામાં આવી છે.
નવસારીમાંથી વહેતી ડાંગ, સુબિર, તાપીમાં ધોધમાર વરસાદ આવ્યો છે. વરસાદના કારણે પૂર્ણાં નદી ગાંડીતૂર બની છે. પૂર્ણા નદીની હાલની સપાટી ૨૨ ફૂટ પર વહી રહી છે, જેની ભયજનક સપાટી ૨૩ ફૂટ છે. ભરતીના સમયને લઈ પાણીનું જળ સ્તર વધશે તેવી શકયતા છે. આ કારણે સ્કૂલ અને કોલેજામાં રજા જાહેર કરાઈ છે. નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નવસારી જિલ્લામાં પૂર્ણ નદીમાં પૂરની સ્થિતિ બનતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના કારણે લોકો ને સારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો હવે જ્યારે વરસાદ નવસારી તેમજ ઉપરવાસના જિલ્લાઓમાં રોકાયો છે ત્યારે પૂર્ણા ના પાણી ઓસરી રહ્યા છે ગરો માંથી પાણી ઉતરતા હવે લોકો સફાઈમાં લાગ્યા છે શહેરના કાશીવાડી વિસ્તારમાં પૂર્ણ પાણી ભરાયા હતા જે હવે ઉતરતા લોકો ઘરોમાંથી પાણી ઉલેચી રહ્યા છે અને સાફ સફાઈમાં માંડી પડ્યા છે.
૧૬ જૂનથી ચોમાસાની શરૂઆત થઈ, અને માત્ર ૧૭ દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને આવરી લીધું. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ જારી કરાયું છે. રાજ્યમાં ત્રણ સક્રિય વાતાવરણીય સિસ્ટમ્સને કારણે ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે, જેના પગલે નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટીથી ૩ ફૂટ ઉપર પહોંચી, શહેરમાં પૂરનું સંકટ ઊભું કર્યું છે.
મોડી રાત્રે પાણીનું સ્તર સ્થિર થયા બાદ ૨૪.૫૦ ફૂટે નોંધાયું, જેનાથી તંત્ર અને રહેવાસીઓને થોડી રાહત મળી. નવસારી મહાનગરપાલિકા દ્વારા ફૂડ પેકેટનું વિતરણ ચાલુ છે, અને રામજી મંદિર ખાતે ૧૦૦૦ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. જિલ્લા કલેકટર ક્ષીપ્રા આગરે અને મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીએ ડી.ડી. ગર્લ્સ હાઇસ્કૂલમાં સ્થળાંતરિત લોકોની મુલાકાત લઈ, સુવિધાઓની ખાતરી કરી.કચ્છમાં રાત્રે ધોધમાર વરસાદકચ્છના નખત્રાણામાં રાત્રે ૨થી સવાર સુધી ૫ ઈંચ વરસાદ ખાબક્યો, જેમાં સવારે ૪થી ૬ વાગ્યાના બે કલાકમાં ૨.૫ ઈંચ વરસાદ નોંધાયો. આનાથી બજારોમાં પાણી ભરાઈ ગયું, અને નખત્રાણા-ભુજ રાજ્ય ધોરીમાર્ગ પર ટ્રાફિક અવરોધાયો.
અરવલ્લીના ભિલોડામાં ૬.૨૫ ઈંચ, વ્યારામાં ૫.૭૫ ઈંચ, ડોલવણમાં ૫.૨૫ ઈંચ, પલસાણામાં ૫ ઈંચ, અને સુરત, સોનગઢ, કપરાડામાં ૪.૭૫ ઈંચ વરસાદ નોંધાયો. ૫૦ તાલુકામાં ૨ ઈંચથી વધુ અને ૯૩ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ વરસ્યો. વાંસદામાં ૫૨ રસ્તા બંધ થયા, અને ભરૂચમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. હિંમતનગરનો હાથમતી પિકઅપ વિયર ઓવરફ્લો થયો, જેમાં ૨૦૦ ક્યુસેક પાણીની આવક સામે ૫૦ ક્યુસેક જાવક ચાલે છે. કચ્છમાં ૧૦ જુલાઈ સુધી સારો વરસાદ, પણ ૧૦-૧૭ રવિયા જુલાઈએ જાર ઘટી શકે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લીમાં વધુ વરસાદ, પરંતુ પાટણ-બનાસકાંઠામાં નબળો રહેવાની શક્યતા છે. મધ્ય-પૂર્વ ગુજરાતમાં મહીસાગર, દાહોદ, પંચમહાલમાં વધુ વરસાદ, જ્યારે અમદાવાદ, ખેડા, આણંદમાં સામાન્ય વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટમાં વધુ વરસાદ, પણ ૧૦ જુલાઈ બાદ દરિયાકાંઠે જાર ઘટશે. દક્ષિણ ગુજરાતમાં ૧૭ જુલાઈ સુધી ભારે વરસાદ, પણ બીજા પખવાડિયામાં ઘટાડો થશે.







































