The Prime Minister, Shri Narendra Modi addressing at the webinar for effective implementation of Union Budget in Defence Sector, in New Delhi on February 22, 2021.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કૃષિ અને ખાદ્ય પ્રસંસ્કરણ પર રાષ્ટ્રીય શિખર સંમેલન દરમિયાન ખેડૂતોને સંબોધન કર્યું. ગુજરાતના આણંદમાં કૃષિ અને ખાદ્ય પ્રસંસ્કરણ પર આયોજિત રાષ્ટ્રીય શિખર સંમેલનના સમાપન સત્ર દરમિયાન વીડિયો કોન્ફરન્સ દ્વારા પીએમ મોદીએ ખેડૂતોને પોતાના મનની વાત કરી છે.પીએમઓ તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે આ શિખર સંમેલનમાં પ્રાકૃતિક ખેતી પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાના લાભ વિશે પણ તમામ જરૂરી જાણકારી પૂરી પાડવામાં આવી છે.
પ્રધાનમંત્રી મોદીએ ખેડૂતોને સંબોધન કરતા કહ્યું કે કૃષિ સેક્ટર, ખેતી- ખેડૂતો માટે આજનો દિવસ ખુબ મહત્વનો છે. મે દેશભરના ખેડૂત ભાઈઓને આગ્રહ કર્યો હતો કે પ્રાકૃતિક ખેતીના રાષ્ટ્રીય સંમેલનમાં જરૂરી જાડાય. આજે લગભગ ૮ કરોડ ખેડૂતો દેશના દરેક ખૂણેથી ટેક્નોલોજીના માધ્યમથી આપણી સાથે જાડાયા છે.
પીએમ મોદીએ કહ્યું કે ખેતીની સાથે પશુપાલન, મધુમાખી ઉછેર, મત્સ્ય પાલન, અને સૌર્ય ઉર્જા, બાયો ફ્યૂલ જેવા આવકના અનેક વૈકલ્પિક સાધનો સાથે ખેડૂતોને નિરંતર જાડવામાં આવી રહ્યા છે. ગામડાઓમાં સ્ટોરેજ, કોલ્ડ ચેન, અને ફૂડ પ્રોસેસિંગને ભાર આપવા લાખો રૂપિયાની જાગવાઈ કરાઈ છે. બીજથી લઈને બજાર સુધી, ખેડૂતોની આવક વધારવા માટે એક પછી એક અનેક પગલાં લેવાયા છે. માટીની તપાસથી લઈને સેંકડો નવા બીજ સુધી અમારી સરકારે કામ કર્યું છે. તેમણે કહ્યું કે કિસાન સન્માન નિધિથી લઈને ખર્ચના દોઢ ગુણા એમએસપી કરવા સુધી અને સિંચાઈથી સશક્ત નેટવર્કથી લઈને ખેડૂત રેલ સુધી અમારી સરકારે ખેડૂતોની આવક વધારવા માટે અનેક પગલાં લીધા છે.
નેચરલ ફા‹મગનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે એ સાચુ છે કે કેમિકલ અને ફર્ટિલાઈઝરે હરિત ક્રાંતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ એ પણ એટલું જ સાચુ છે કે આપણે તેના વિકલ્પો ઉપર પણ સાથે સાથે કામ કરતા રહેવું પડશે. બીજથી લઈને માટી સુધી બધાનો ઈલાજ તમે પ્રાકૃતિક રીતે કરી શકો છો. પ્રાકૃતિક ખેતીમાં ન તો ખાતર પર ખર્ચ કરવાનો છે કે ન તો કીટનાશક પર. તેમાં સિંચાઈની જરૂરીયાત પણ ઓછી પડે છે અને પૂર-દુષ્કાળને પહોંચી વળવામાં પણ સક્ષમ હોય છે.
પીએમ મોદીએ કહ્યું કે ભલે ઓછી સિંચાઈવાળી જમીન હોય કે પછી વધુ પાણીવાળી જમીન, પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો વર્ષમાં અનેક પાક લઈ શકે છે. એટલું જ નહીં ઘઉ, ધાન, દાળની ખેતીમાં જે પણ ખેતરમાંથી કચરો નીકળે છે, જે પરાળી નીકળે છે તેનો પણ સદઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ઓછા ખર્ચે વધુ નફો. કૃષિ સાથે જાડાયેલા આપણા પ્રાચીન જ્ઞાનને આપણે નવેસરથી શીખવાની જરૂર છે તથા તેમાં આધુનિકતા લાવવાની પણ જરૂર છે. આ દિશામાં આપણે નવેસરથી અભ્યાસ કરવાનો રહેશે, પ્રાચીન જ્ઞાનને આધુનિક વૈજ્ઞાનિક ફ્રેમમાં નાખવાનું રહેશે. નવું શીખવાની સાથે આપણે એ ભૂલોને પણ ભૂલવી પડશે જે ખેતીની રીતમાં આવી ગઈ છે. જાણકારો જણાવે છે કે ખેતરમાં આગ લાગવાથી ધરતી પોતાની ઉપજાઉ ક્ષમતા ગુમાવે છે.
પીએમ મોદીએ કહ્યું કે એક ભ્રમ એ પણ પેદા થયો છે કે કેમિકલ વગર પાક સારો થશે નહીં. જ્યારે સચ્ચાઈ તેનાથી બિલકુલ અલગ છે. પહેલા કેમિકલ નહતા, પરંતુ પાક સારો ઉતરતો હતો. માનવતાના વિકાસનો, ઈતિહાસ તેનો સાક્ષી છે.
પીએમ મોદીએ આ મંચ દ્વારા દેશની રાજ્ય સરકારોને પણ નેચરલ ફા‹મગ સાથે જાડાવવાની અપીલ કરી છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે આજે તેઓ દેશના દરેક રાજ્યને, દરેક રાજ્ય સરકારને પણ એ આગ્રહ કરે છે કે તેઓ તમામ પ્રાકૃતિક ખેતીને જન આંદોલન બનાવવા માટે આગળ આવે. આ અમૃત મહોત્સવમાં દરેક પંચાયતનો ઓછામાં ઓછું એક ગામ ચોક્કસપણે પ્રાકૃતિક ખેતી સાથે જાડાય. પીએમ મોદીના જણાવ્યા મુજબ નેચરલ ફા‹મગથી દેશના ૮૦ ટકા ખેડૂતોને સૌથી વધુ ફાયદો થશે. જેમનો કેમિકલ અને ફર્ટિલાઈઝર પર ઘણો ખર્ચો થાય છે. જા તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળશે તો તેમની આર્થિક સ્થિતિ અને પાક બંને સારા થશે.