હૈતીમાં એક ભયાનક દુર્ઘટના બની હતી. સોમવાર અને મંગળવાર એટલે કે ૧૩ અને ૧૪ ડિસેમ્બરની રાતે એક દુર્ઘટનામાં ફ્યુઅલ ટેન્કરનાં પલટાઈ જવાથી બાદમાં લોકો તેલ લૂંટવા પહોંચ્યા હતા. એ જ સમયે ટેન્કરમાં બ્લાસ્ટ થઈ ગયો હતો અને આ દુર્ઘટનામાં ૬૦ થી વધારે લોકોના મોત થઈ ગયા હતા. ઘટના સ્થળે એટલો ખરાબ સીન થઈ ગયો હતો કે કોઈ થોડી વાર પણ ઊભું ન રહી શકે.
આ કરૂણ ઘટના બાદ સરકારે ત્રણ દિવસનો રાષ્ટ્રી શોક જાહેર કર્યો હતો. અનેક લોકોના પરિવારજનોનો આ દુર્ઘટનામાં ભોગ લેવાયો હતો. આ ઘટનામાં અંદાજે ૬૦ થી વધારે લોકો મર્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે પણ આ આંકડો હજુ વધશે તેવી શક્યતા છે.
હૈતીમાં બાઈકર્સ એક મોટો પ્રાબ્લેમ બની ગયા છે. બાઈકર્સનાં કારણે હૈતીમાં અનેક દુર્ઘટનાઓ થાય છે. પ્રાઇમ મિનિસ્ટર એરિલ હેન્રીએ કહ્યું હતું કે બાઈકર્સનાં કારણે આ દુર્ઘટના ઘટી હતી અને તે એક મોટો મુદ્દો બની ગયો છે. શહેરમાં ૨૦૧૮ થી મોટરસાઇકલ માટે એક અલગ જ લાઇન બનાવવાની યોજના બનાવવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મોટર સાઇકલ સવાર ને બચાવવા માટે આ ફ્યુઅલ ટેન્કર પલટી ગયું હતું. આ દુર્ઘટનામાં મૃતકોના શબ એટલા બધા બળી ગયા હતા કે તેમણે ઓળખવા મુશ્કેલ થઈ ગયા હતા.
ફ્યુઅલ ટેન્કર પલટાયા બાદ વિખેરાયેલ તેલને ભેગું કરવા માટે સેંકડો લોકો જમા થઈ ગયા હતા. જ્યારે આ લોકો પોતપોતાનાં કન્ટેનર્સમાં તેલ જમાં કરી રહ્યા હતા એ જ વખતે ટેન્કરમાં એક ધડાકો થવાથી આગ લાગી ગઈ હતી. પ્રધાનમંત્રી એરિલ હેન્રીએ કહ્યું હતું કે મોટાભાગના બોડી એટલા બળી ગયા છે કે હવે તેમણી ઓળખ કરવી પણ મુશ્કેલ થઈ ગઈ છે.
હૈતીમાં વીજળીની ભારે અછત છે અને લોકો જનરેટર્સથી કામ ચલાવે છે. રાજધાની પોર્ટ ઓ પ્રિન્સ માં થોડા સમય માટે વીજળી ચાલતી હોય છે બાકી અહીં એટલી અગવડ પડે છે કે ફ્યુઅલ માફિયાઓનું રાજ ચાલે છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર કેપ હૈતીયનનાં પૂર્વીય કિનારા પર સનમારી વિસ્તારમાં અડધી રાત્રે પેટ્રોલ લઈ જઈ રહેલા ટ્રક પલટી મારી જવાથી આ મોટી દુર્ઘટના સર્જાઇ હતી