ભારત-પાકિસ્તાન તણાવ સમાપ્ત થઈ ગયો છે પરંતુ આ દરમિયાન એક મહત્વપૂર્ણ માહિતી પ્રકાશમાં આવી છે. હકીકતમાં, ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો, ત્યારબાદ ગભરાયેલા પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનું નાપાક કાવતરું ઘડ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતે આતંકવાદી ઠેકાણાઓને ઉડાવી દીધા પછી, પાકિસ્તાને ફક્ત જમ્મુ અને કાશ્મીરના વિસ્તારમાં જ ૫૫ થી વધુ એરક્રાફ્ટ મિસાઇલો અને ડ્રોન છોડવાનો પ્રયાસ કર્યો.
જે સમયે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના વિસ્તારમાં એક સાથે ૫૫ થી વધુ વિમાનો, મિસાઇલો અને ડ્રોન છોડવાનો પ્રયાસ કર્યો હતો, તે જ સમયે પાકિસ્તાનને સેન્સર દ્વારા સમજાયું કે તેમના બધા ફાઇટર એરક્રાફ્ટ, મિસાઇલો અને ડ્રોન, જેમાં મિસાઇલો અને વિવિધ શસ્ત્રી શામેલ હતા, ભારતીય રડાર દ્વારા લોક કરવામાં આવ્યા છે. આ કારણોસર પાકિસ્તાને વળતો હુમલો કર્યો ન હતો અને તેમ કરવામાં અસમર્થ રહ્યું.
૨૨ એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા. આ હુમલા પછી, ભારત સરકારે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું અને પાકિસ્તાનમાં ઘણા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ભારતની કાર્યવાહીથી ગભરાયેલા પાકિસ્તાને ભારત સામે હુમલા શરૂ કરી દીધા હતા પરંતુ ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાનને તેનું સ્થાન બતાવી દીધું. ભારતથી ડરી ગયેલા પાકિસ્તાને પાછળથી યુદ્ધવિરામ સ્વીકારી લીધો.
ભારતે સ્પષ્ટ કર્યું કે તેની આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ છે અને તે કોઈપણ સંજાગોમાં આતંકવાદને સહન કરશે નહીં. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ગુસ્સે થયું પણ ભારતને નુકસાન પહોંચાડી શક્યુ નહીં. આ બાબત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાઈ રહી છે.