વાવાઝોડું સેન્યાર નબળું પડવા લાગ્યું છે. તો બીજી બાજુ અન્ય એક વાવાઝોડું દિતવાહ બની રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં બનેલું સેન્યાર વાવાઝોડું હાલમાં મલાક્કાની સામુદ્રધુની નજીક નિકોબાર ટાપુઓથી ૮૦૦ કિમીથી વધુ દૂર છે. આ વાવાઝોડું હવે ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે, એટલે કે તે ભારતથી સતત દૂર જઈ રહ્યું છે. જાકે, હજુ આનો ખતરો ટળ્યો નથી. તો બીજી બાજુ દિતવાહ વાવાઝોડું બે વાર લેન્ડફોલ કરી શકે છે. દેશના દક્ષિણના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની જ્યારે ઉત્તરના કેટલાક રાજ્યમાં ઠંડીની ચેતવણી આપવામાં આવી છે. નોંધનીય છે કે, ગુરુવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. આ સાથે સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્્યો હતો. તો આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગની આગાહી જાઈએ.ભારતીય હવામાન વિભાગના  જણાવ્યા પ્રમાણે, તમિલનાડુમાં મુશળધાર વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, તો કેરળ અને આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદની સંભાવના છે. તેનું કારણ શ્રીલંકાના દરિયાકાંઠે બનેલું મિનટવા નામનું વાવાઝોડું છે. દરમિયાન, સમગ્ર ઉત્તર ભારત હવે ઠંડીની લપેટમાં છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો અને ધુમ્મસ માટે ચેતવણી જારી કરી છે. દરમિયાન, દિલ્હી-દ્ગઝ્રઇમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સીયસની આસપાસ રહેશે.સેન્યાર વાવાઝોડું નબળું પડવા છતાં, કેરળમાં મુશળધાર વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવે, બીજું ચક્રવાત વિકસિત થયું છે. પર્લ હાર્બરમાં આવેલા સંયુક્ત ટાયફૂન ચેતવણી કેન્દ્રે અહેવાલ આપ્યો છે કે, શ્રીલંકા નજીક એક વાવાઝોડું ઉભરી રહ્યું છે. યમનના સૂચન પર આ વાવાઝોડાને મિનટવા નામ આપવામાં આવ્યું છે. ચક્રવાત દિતવાહ આ સપ્તાહના અંતે ૨૮થી ૩૦ નવેમ્બર દરમિયાન તમિલનાડુના દરિયાકાંઠે ટકરાશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ચક્રવાત દિતવાહ બે વાર લેન્ડફોલ કરી શકે છે, પહેલું શ્રીલંકામાં અને બીજું તમિલનાડુમાં. સિસ્ટમને સતત ટ્રેક કરવામાં આવી રહી છે અને સમયાંતરે અપડેટ્‌સ જારી કરવામાં આવી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન, અચાનક પૂર, ભૂસ્ખલન, ઝાડ પડી જવા, વીજળી લાઇન ખોરવાઈ જવા અને રસ્તા, રેલ અને હવાઈ ટ્રાફિકમાં વિક્ષેપ શક્્ય છે. આ વિક્ષેપો સામાન્ય જનજીવનને અસર કરશે.હવામાન વિભાગના અહેવાલ મુજબ, ઉત્તર ભારતમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. લેટેસ્ટ અહેવાલ સૂચવે છે કે, દિલ્હી અને તેની આસપાસના રાજ્યોમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થયા છે. એક તરફ, દિલ્હી ઝેરી હવાનો સામનો કરી રહ્યું છે, તો બીજી તરફ, વધતી ઠંડીએ રાહતની શક્્યતા ઓછી કરી દીધી છે. હવે, હવામાન વિભાગે તીવ્ર ધુમ્મસનું એલર્ટ જારી કર્યું છે, જેના કારણે દિલ્હી અને એનસીઆરને ઝેરી હવાથી કોઈ રાહત મળવાની શક્્યતા ઓછી થઈ ગઈ છે. હવામાન વિભાગે ૧ ડિસેમ્બર સુધી દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ચંદીગઢ માટે ગાઢ ધુમ્મસનું એલર્ટ જારી કર્યું છે. પૂર્વી રાજસ્થાન માટે પણ ધુમ્મસનું એલર્ટ લાગુ છે. હવામાન વિભાગે પંજાબમાં અને ૩ થી ૪ ડિસેમ્બર દરમિયાન સમગ્ર રાજસ્થાનમાં ઠંડીની લહેરની આગાહી કરી છે. ગુરુવારે સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખાબકતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. જે બાદ ખેડબ્રહ્માના કેટલાક ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. આગિયાથી ખેરોજ સુધીના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. જાકે, હવામાન વિભાગ તરફથી રાજ્યમાં ક્્યાંય વરસાદની આગાહી કરવામાં આવી નથી.