ફરી એક વખત રાજકીય લડાઈ હવે સડકથી સંસદ વ્યક્ત જશે. મહારાષ્ટ્ર અને ઝારખંડના વિધાનસભાના આવતીકાલે મતદાનની સમાપ્તી અને તા.૨૩ના ગણતરી બાદ તા.૨૫ નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થશે અને આ સત્ર અનેક રીતે મહત્વપૂર્ણ બની રહેશે.લોકસભા ચૂંટણી બાદ યોજાયેલી ધારાસભા ચૂંટણીઓના પરિણામો હવે સંસદના શિયાળું સત્રની ગરમી પર અસર થશે.
ખાસ કરીને આ સત્રમાં વિવાદ બની શકતા વકફ બોર્ડ ખરડા ઉપરાંત સૌથી મહત્વના અને દૂરગામી અસર કરનારા ‘એક દેશ એક ચૂંટણીના’ ખરડાને સંસદના શિયાળુ સત્રમાં રજુ કરાશે. મોદી સરકાર ૨૦૨૯ની લોકસભા ચૂંટણી સમયે જ ખુદજ પુર્વ તૈયારી અને બંધારણના સુધારા-રાજકીય બહુમતી સામે જરૂરી આ પ્રસ્તાવને પુરી રીતે અમલ કરી શકાય તે રીતે આગળ વધવા માંગે છે.
જેમાં દેશમાં લોકસભા અને તમામ રાજયોની ધારાસભાઓની ચૂંટણીમાં એક જ સાથે અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણી હવે એક સાથે એમ પાંચ વર્ષમાં બે જ વખત દેશમાં ચુંટણીઓ યોજાય તે જાવા માંગે છે. આ માટે પુર્વ ઉપરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષપદે જે કમીટી રચવામાં આવી હતી તેની તમામ ભલામણો સરકારને મળી ગઈ છે.
સરકાર હવે આ અંગે સંસદીય પ્રસ્તાવના શ્રી ગણેશ કરશે. એક પાઈલોટ ખરડો સંસદમાં રજુ કરી બાદમાં તે ચર્ચા માટે સંસદીય કમીટીને સુપ્રત થાય તે રીતે સરકાર આગળ વધી રહી છે અને બાદમાં રાજયોની વિધાનસભામાં પણ તે રીતે આવશ્યક પ્રસ્તાવો મંજુર કરાવવા સરકાર આગળ વધશે.
સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજજુએ આ અંગે કહ્યું કે કોવિદ પેનલના રિપોર્ટને કેબીનેટ દ્વારા મંજુરી આપવામાં આવી છે તેથી હવે અમો સંસદમાં તે સંબંધીત ખરડામાં લાવી રહ્યા છીએ. તેઓએ વિપક્ષોને તે મુદે તંદુરસ્ત ચર્ચાનું આમંત્રણ આપતા કહ્યું કે વિપક્ષો છે ફકત વિરોધ કરવા જ તેનો વિરોધ કરવો જાઈએ નહી.
અમો દરેક તબકકે ચર્ચા માટે તૈયાર છીએ. આ માટે બંધારણ સુધારા ખરડો જે બંધારણની કલમ ૮૩ (લોકસભાની મુદત) અને કલમ ૧૭૨ (રાજય વિધાનસભાઓની મુદત) અંગે તે મુકાશે.
તેઓએ જણાવ્યું કે આ માટે રાજય વિધાનસભાઓના સમર્થનની જરૂર નથી. આ ઉપરાંત સ્થાનિક ચૂંટણીઓમાં પણ જરૂરી સુધારા માટે બંધારણની કલમ ૩૨૫ અને ૩૨૪ એ માં સુધારા થશે જેમાં રાજય સરકારોના સમર્થનની જરૂર રહેશે.