દામનગર અને ગારીયાધાર ડેપોમાંથી ગારીયાધાર જામજોધપુર અને ગારીયાધાર સોમનાથ બંને અડધો કલાકના સમય વચ્ચે ઉપડે છે. જે એક જ રૂટ ઉપર ચાલે છે. જેને વાયા નાની વાવડી, શાખપુર, પાંચ તલાવડા, ખારા, કલ્યાણપર, લીલીયા રૂટ ઉપર સાડા પાંચની ગારીયાધાર, જામજોધપુર બસ શરૂ કરવા શાખપુર સરપંચે સાંસદ ભરતભાઈ સુતરીયાને પત્ર લખ્યો હતો. તેમજ ગારીયાધાર જામજોધપુર બસ શરૂ કરવા શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણે રજૂઆત કરી હતી. જેથી આ ગામડાને જિલ્લા લેવલની એક વહેલી સવારે બસ મળે જેથી વિદ્યાર્થીઓ, દવાખાનાના દર્દીઓ અને જિલ્લા સેવા સદનમાં જતા અરજદારોને ન્યાય મળી શકે તેવી રજૂઆત શાખપુર સરપંચ દ્વારા કરવામાં આવી હતી. ગારીયાધાર સોમનાથ પાંચ વાગ્યે ઉપડે અને ગારીયાધાર જામજોધપુર સાડા પાંચે ઉપડે બંને વાયા ચારોડીયા, ક્રાંકચ, લીલીયા ચાલે. એક રૂટ ગારીયાધાર જામજોધપુર વાયા નાની વાવડી, શાખપુર, ખારા, કલ્યાણપર, પાંચ તલાવડા ચલાવવામાં આવે તો આ ગામડાને લાભ થઈ શકે છે.





































