દેશ આજે ૭૧મો બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે સંસદના સેન્ટ્રલ હોલમાં મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે આ કાર્યક્રમ કોઈ રાજકીય પાર્ટીનો નથી, કોઈ વડાપ્રધાનનો કાર્યક્રમ નથી, આ કાર્યક્રમ સ્પીકરપદની ગરિમાનો હતો. બંધારણની ગરિમા જાળવીએ આપણે આપણી ફરજા નિભાવતા રહીએ.
મોદીએ કહ્યું હતું કે આજનો દિવસ આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ જેવા મહાનુભાવોને નમન કરવાનો છે. આજે આ ગૃહને વંદન કરવાનો દિવસ છે. આજે ૨૬/૧૧નો પણ દિવસ છે. એ દુઃખદ દિવસે જ્યારે દેશના દુશ્મનોએ દેશની અંદર આવીને મુંબઈમાં આવું કૃત્ય કર્યું હતું અને આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો હતો. ભારતના બંધારણમાં ઉલ્લેખિત દેશના સામાન્ય માણસની સુરક્ષાની જવાબદારી હેઠળ આપણા ઘણા બહાદુર સૈનિકોએ તે આતંકવાદીઓ સામે લડતા પોતાનું બલિદાન આપ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે હું આજે એ તમામ બલિદાન આપનારાઓને નમન કરું છું.
કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા હતા. પરિવાર પર નિશાન સાધતાં તેમણે કોંગ્રેસને ‘પાર્ટી ફોર ધ ફેમિલી, પાર્ટી બાય ધ ફેમિલી’ ગણાવી. મોદીએ એવું પણ કહ્યું હતું કે બંધારણના ઘડવૈયાઓએ દેશના હિતને પ્રથમ સ્થાન આપ્યું હતું.મોદીએ કહ્યું હતું, ‘ક્યારેક આપણે વિચારીએ છીએ કે જા આપણે બંધારણ બનાવવાની જરૂરત પડી હોત તો શું થયું હોત. આઝાદીની લડાઈ, ભાગલાની ભયાનકતા છતાં દેશનું હિત સૌથી મોટું છે, દરેકના હૃદયમાં બંધારણ ઘડતા સમયે આ જ મંત્ર હતો. વિવિધતાઓથી ભરેલો દેશ, અનેક ભાષાઓ, પંથ અને રાજા-રજવાડાં, આ બધું હોવા છતાં બંધારણના માધ્યમથી દેશને એક બંધનમાં બાંધીને દેશને આગળ લઈ જવો.આજના સંદર્ભમાં જાઈએ તો કદાચ આપણે બંધારણનું એક પાનું પણ પૂરું કરી શક્યા હોત. કારણ કે, નેશન ફર્સ્‌ટ પર રાજકારણની એવી અસર સર્જાઈ છે કે રાષ્ટ્રહિતને પાછળ છોડી દીધું છે.
તેમણે જમાવ્યું હતું કે આજનો દિવસ આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ જેવા મહાનુભાવોને નમન કરવાનો છે. આજે આ ગૃહને વંદન કરવાનો દિવસ છે. દેશ આઝાદ થયા પછી સારું થાત, ૨૬ નવેમ્બરે બંધારણ દિવસ મનાવવાની પરંપરા શરૂ થવી જાઈતી હતી. આને કારણે આપણી પેઢીઓને ખબર પડશે કે બંધારણ કેવી રીતે બન્યું, કોણે બનાવ્યું, શા માટે બનાવ્યું, એ ક્યાં દોરી જાય છે, કેવી રીતે દર વર્ષે આ ચર્ચા તરફ દોરી જાય છે. એને આપણે એક સામાજિક દસ્તાવેજ અને જીવંત અસ્તિત્વ તરીકે ગણ્યું છે. વિવિધતાથી ભરેલા દેશમાં એ એક શÂક્ત તરીકે, એક તક તરીકે કામ કર્યું હોત. કેટલાક લોકો એને ચૂકી ગયા. આંબેડકરની ૧૨૫મી જન્મજયંતી પર અમને લાગ્યું કે આંબેડકરે આપેલી પવિત્ર શ્રદ્ધાંજલિને યાદ કરવાનો આનાથી મોટો અવસર કયો હોય શકે.
તેમણે વધુમાં કહ્યું હતું કે ૨૦૧૫માં જ્યારે આ જ ગૃહમાં હું બોલી રહ્યો હતો એ દિવસે પણ વિરોધ થયો હતો કે ૨૬ નવેમ્બર ક્યાંથી લાવ્યા, કેમ કરી રહ્યા છો, શું જરૂરી હતું. ભારત બંધારણીય લોકશાહી પરંપરા છે. રાજકીય પક્ષોનું પોતાનું મહ¥વ છે. રાજકીય પક્ષો પણ આપણા બંધારણની લાગણીઓને લોકો સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે. બંધારણની ભાવનાને પણ ઠેસ પહોંચી છે. બંધારણના દરેક પ્રવાહને પણ નુકસાન થયું છે.
વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે આપણું બંધારણ માત્ર અનેક પ્રવાહોનું સંગ્રહ નથી. બંધારણ એ હજારો વર્ષોની ભારતની મહાન પરંપરા, ભારતની અખંડ ધારાની આધુનિક અભિવ્યÂક્ત છે. અમારા માટે બંધારણ પ્રત્યેની નિષ્ઠા છે, જ્યારે આપણે આ બંધારણીય વ્યવસ્થામાંથી લોકપ્રતિનિધિ તરીકે ગ્રામપંચાયતથી લઈને સંસદ સુધી આપણે જે પણ જવાબદારીઓ નિભાવીએ છીએ, આપણે બંધારણની ભાવનાથી સજ્જ થવું પડશે. જ્યાં બંધારણને ઠેસ પહોંચી રહી છે, એને નજરઅંદાજ કરી શકાય નહીં. આ બંધારણ દિવસને એટલા માટે પણ મનાવવો જાઈએ કે જે કંઇપણ કરી રહ્યા છીએ, બંધારણ મુજબ એ સાચું છે કે ખોટું. રસ્તો સાચો છે કે ખોટો. આપણે આપણું મૂલ્યાંકન કરવું જાઈએ.
મોદીએ નામ લીધા વિના જ કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને કહ્યું હતું કે દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી જાઓ. ભારત એક એવા સંકટ તરફ વધી રહ્યું છે તે છે પરિવારની પાર્ટીઓ. દેશ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. તેમણે કહ્યું હતું કે પરિવારની પાર્ટીઓનો અર્થ એવો નથી કે એક પરિવારમાંથી એક કરતાં વધુ લોકો પાર્ટીમાં ન આવે. પરિવારની પાર્ટીનો અર્થ પાર્ટીની સત્તા પેઢી દર પેઢી એક જ પરિવારના હાથમાં રહેવા સાથે છે. જે પાર્ટીને પેઢી દર પેઢી એક જ પરિવાર ચલાવતો રહે, એ લોકશાહી માટે મોટું સંકટ હોય છે. તમામ દેશવાસીઓને વિનંતી કરીશ કે દેશમાં જાગૃતિ લાવવાની જરૂર છે.સુપ્રીમકોર્ટ દ્વારા વિજ્ઞાન ભવનમાં બંધારણ દિવસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે સુપ્રીમકોર્ટના તમામ ન્યાયાધીશો, તમામ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો અને અન્ય લોકો હાજર રહ્યા હતા.દેશની ૧૪ વિપક્ષી પાર્ટીઓએ બંધારણ દિવસ પરના આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો.