સત્તારુઢ આમ આદમી પાર્ટી(આપ)ના ધારાસભ્ય ડા. જસબીર સિંહે દરોડો પાડીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અહીં હલકા વેસ્ટના ખાસા ખુરમણિયા રોડ પર બનેલા એક ખાનગી ગોડાઉનમાંથી મિડ-ડે-મીલના ઘઉંની બોરીઓ જપ્ત કરવામાં આવી છે. આ બોરીઓની સંખ્યા ૨૫૦ હતી કે જે ગોડાઉનમાં અનાજથી ભરેલી રાખી હતી. ધારાસભ્યએ જણાવ્યુ કે ૨૫૦ બોરીઓમાંથી અનાજ સડી રહ્યુ હતુ. વળી, ખાદ્યની પણ ૧૧ બોરીઓ રાખી હતી. કોઈ કૌભાંડીએ બાળકો માટે અપાતા આ અનાજનો દુરુપયોગ કર્યો.
ધારાસભ્યએ મીડિયાને જણાવ્યુ કે મિડ-ડે મીલ રાશન ખાનગી ગોડાઉનમાં ભરવામાં આવ્યુ હતુ. આ અંગેની જોણ થતા તેઓએ રાત્રે જ દરોડો પાડીને સીલ મારી દીધુ હતુ. જણાવવામાં આવી રહ્યુ છે કે ગોડાઉનમાં ઘઉંના ગેરકાયદે સંગ્રહની માહિતી પર ધારાસભ્ય ડા. જસબીર સિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બે કલાક સુધી ગોડાઉનની બહાર ઊભા રહ્યા હતા પરંતુ અધિકારીઓ મોડા પહોંચ્યા હતા. ડા. જસબીરને ગોડાઉન અંગે ફરિયાદો મળી રહી હતી કે અહિં મધ્યાહન ભોજનનુ રાશન રાખવામાં આવે છે પરંતુ આ રાશન ખાનગી બોરીઓમાં ભરીને કૌભાંડ કરવામાં આવી રહ્યુ છે. એટલે કે બાળકોના ભોજન સાથે પણ છેતરપિંડી થઈ રહી છે. જેથી તેમણે દરોડો પાડ્યો હતો.
જોણવા મળ્યુ છે કે આ ખાનગી ગોડાઉન પંજોબ સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડ (પનસપ) દ્વારા ભાડે લેવામાં આવ્યુ હતુ. ગોડાઉનમાં ૨૫૦ બોરીઓ હતી જે સડી રહી હતી. બોરીઓમાં મધ્યાહન ભોજન માટેના ચોખા અને ઘઉં હતા અને તે શાળાઓને પૂરા પાડવામાં આવ્યા હતા. ધારાસભ્ય ડો.જસબીરે જોયુ કે આ વેરહાઉસમાં ખાનગી બોરીઓમાં ઘઉં અને ચોખા હતા. એટલુ જ નહિ ગોડાઉનમાં જીપ્સમ ખાતર પણ હતુ અને તે ઘઉંની બોરીઓને અડીને રાખવામાં આવ્યુ હતુ. ધારાસભ્ય ડા.જસબીર સિંહે બોરીઓની ગણતરી કર્યા બાદ ગોડાઉનને સીલ કરી દીધુ છે અને સંબંધિત પોલીસ સ્ટેશનને ચાવીઓ સોંપી દીધી છે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ડા. જસબીરે જણાવ્યુ કે ગોડાઉનમાં ઘઉં અને ચોખાની ૧૪૭ સરકારી બોરીઓ હતી. આ સાથે ૧૧ જીપ્સમની બોરીઓ પણ પડી હતી. આ ઉપરાંત ૩૫ ખાલી ખાનગી બોરીઓ અને ચોખાની ૨૪ ખાનગી બોરીઓ હતી. ૫ ડોલ, બે વાંસ અને બે ચાકુ પણ મળી આવ્યા છે. વળી, પંજોબ સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડ (પનસપ)ના ઇન્સ્પેક્ટર મનજીત સિંહના જણાવ્યા અનુસાર મામલાની તપાસ ચાલી રહી છે. આ રાશન મજીઠા બ્લોક સાથે સંબંધિત છે.