પટણા નગર નિગમ તરફથી માલસલામી વિસ્તારના વોર્ડ નં.૬૯ ખાતે ભૈસાની ટોલાની પાસે એક કરોડના ખર્ચે પંપ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું હતું ૧૯ જુને પટણાના મેયર સીતા સાહૂએ આ ભવનનું ઉદ્‌ધાટન કર્યું હતું પરંતુ આ ભવન સ્વસ્ત થઇ ગયું છે આવામાં આ ભવનની ગુણવત્તાને લઇ સવાલ ઉઠવા લાગ્યા છે.
હકીકતમાં વોર્ડ નં. ૬૯ના ભૈસાની ટોલમાં પીવાના પાણીની ખુબ સમસ્યા હતી દરરોજ અહીના લોકો પરેશાનીનો સામનો કરી રહ્યાં હતાં તેને જોઇ પંપ હાઉસનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું પરંતુ માત્ર છ દિવસમાં જ ભવન ધ્વસ્ત થઇ ગયું અને આ વિસ્તારમાં પાણીનો પુરવઠો બંધ થઇ ગયો.કહેવાય છે કે પંપ હાઉસની બાજુમાં જ સામુદાયિક ભવનનું નિર્માણ કરાવવામાં આવી રહ્યું છે ઠેકેદારે પંપ હાઉસની આસપાસથી વધુ માટીની ખોદી હતી અને ઠેકેદારે માટી વેચી મારી હતી આ કારણે ભવન ધ્વસ્ત થઇ જવાથી ૨૦ હજોર લોકો પીવાના પાણીના સંકટનો સામનો કરી રહ્યાં છે.
પંપ હાઉસ તુટી પડયા બાદ લોકોમાં આક્રોશ છે જયારે પંપ હાઉસ તુટી પડવાની માહિતી મળતા જ વોટર બોર્ડના અનેક અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને તપાસ શરૂ કરી હતી કાર્યપાલક સુજીત કુમારે કહ્યું કે અમે લોકો ભવન નિર્માણ વિભાગ પર એફઆઇઆર દાખલ કરાવીશું ભવન નિર્માણ વિભાગ સામુદાયિક ભવન બનાવનારા ઠેકેદાર પર કાર્યવાહી કરે જયારે પીવાના પાણીના સંકટનો સામનો કરી રહેલ લોકોએ આંદોલન કરવાની ચેતવણી આપી છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીનું સંકટ હતું.સતત માંગ બાદ છ દિવસ પહેલા પંપ હાઉસનું ઉદ્‌ધાટન કરવામાં આવ્યું હતું.