સો વરસની નજીક પહોંચેલા માવતર, વયોવૃધ્ધ બુજૂર્ગો જીંદગીના ઝખ્મોને જીરવીને જયારે આ જગતમાંથી વિદાય લે તે ત્યારે એના આદર્શોને નજીકથી, હદયથી જાણનારા, પીછાણનારા સંતાનોના હદય ભરાઈ જતા હોય છે. એમણે નાનપણથી કરેલી તનતોડ મહેનત, ભોગવેલી અગવડતાઓ અને યાતનાઓની સાંભળેલી વાતો અને વર્ણવેલા પ્રસંગો એમના ચહેરા પરની કરચલીઓમાં, અંક્તિ થયેલા છેલ્લા દ્રશ્યોમાં જાઈ શકાતી હોય છે. વૈચારીક ભેદ કે જનરેશન ગેપના કારણે એક-બીજાને સમજી ન શકનાર મનથી, હદયથી ભરપૂર આદર કરવા છતા આધુનિક પેઢી આવા સંબંધોને સમજી શકવા ઉણી ઉતરી હોય એવું નજરે જાઈ મૂક પ્રેક્ષક બની રહેવુ પડતુ હોય છે. બેફામ સાહેબનો શેર યાદ આવેઃ ‘‘બેફામ તોય કેટલુ થાકી જવુ પડયુ, નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી’’ આમ જાઈએ તો ઘરથી કબર સુધીની અંતિમ સફર સમયે ચાર કાંધિયાના સહારે છેલ્લી સફર કે અંતિમ પડાવ તરફ જઈ રહેલ નશ્વર દેહ જાણે ઉપરનો શેર બોલતો હોય તેવો ભાસ થઈ આવે. વળી પોણી જીંદગી કામનો ઢસરડો કરીને દેહમાં પડેલા ઝખમ તો મજબૂત મનથી ભૂલી જનારાને જયારે છેલ્લી અવસ્થાએ સ્વજનો દ્વારા અપાતા ઝખમ યાદ કરતા ગની દહીવાલાના શેરમાં રજૂ કરીએ તોઃ ‘‘ જીવનની સમી સાંજે મારે ઝખ્મોની યાદી જાવી હતી. બહુ થોડા પાના જાઈ શકયો, બહુ અંગત નામ હતા.’’ છતાં પણ છેલ્લા શ્વાસ સુધી હરહંમેશા સંતાનોનું ભલુ ઈચ્છનાર, કુટુંબ-પરિવારની ચિંતા કરનાર, પોતાનું હવે કંઈ ઉપજતુ નથી એ વિવશતા જાણવા છતા એનો માહ્યલો સાચુ બોલી નાખે ત્યારે આજની આછકલી અને દંભી પેઢીને જેમાં દંભ દેખાતો હોય, સાચુ સમજવાની કે સ્વીકરવાની જેનામાં ખુમારી ના હોય એ પેઢીને આવી આદરણીય પેઢીના ગયા પછી અફસોસ સિવાય બીજુ કશુ કરવાનું રહેતું નથી. ભલેને સુખ-સમૃધ્ધિ ના ભૌતિકવાદમાં ગળાડૂબ હોય પરંતુ આદર્શોની અમીરતા, સિધ્ધાંતોની
સમૃધ્ધિ અને વિચારોનું વાવેતર જે અસ્ત થઈ રહેલી પેઢીમાં હતી તે આજની પેઢીમાં નથી જાવા મળતી. આવા કડક છતા હૃદયના કોમળ વિદાય લઈ રહેલા વડીલોને ભાવભરી શ્રધ્ધાંજલિ સાથે.
‘‘જિંદગીનો એ જ સાચેસાચ પડધો છે ‘ગની’, હોય ના વ્યક્તિને એનુ નામ બોલાયા કરે!’’
જયશ્રી કૃષ્ણ..