અભિનેત્રી ઉર્વશી રૌતેલાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઉર્વશી એક ફિલ્મના શૂટિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, તેના હાથમાં ગંભીર ફ્રેક્ચર થયું છે, જેના પછી તેમને હૈદરાબાદની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. હાલ અભિનેત્રીની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલમાં એડમિટ થઈ ઉર્વશી રૌતેલા એક અહેવાલ મુજબ, ઉર્વશી હૈદરાબાદમાં નંદમુરી બાલકૃષ્ણની આગામી તેલુગુ ફિલ્મ ‘દ્ગમ્દ્ભ ૧૦૯’ પર કામ કરી રહી છે.
આ ફિલ્મની એક્શન સિક્વન્સના શૂટિંગ દરમિયાન તે ઘાયલ થઈ હતી. અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, ઉર્વશીની ટીમે પણ તેના હોસ્પિટલમાં એડમિટ થવાના સમાચારની પુષ્ટિ કરી હતી અને જાહેર કર્યું હતું કે તેને ગંભીર ઇજા પહોંચી છે. તેમજ વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, અભિનેત્રી અત્યારે ખૂબ જ તકલીફમાં છે, પરંતુ તેને તમામ બેસ્ટ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ‘દ્ગમ્દ્ભ ૧૦૯’માં ઉર્વશી રૌતેલા મહ¥વની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મના ત્રીજા શેડ્યૂલના શૂટિંગ માટે તે હૈદરાબાદ પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રીને ઈજા થઈ હતી. હાલમાં, ઉર્વશીના સ્વાસ્થ્ય અપડેટની રાહ જાવાઈ રહી છે. ઉર્વશીએ હાÂસ્પટલમાંથી કોઈ તસવીર કે વીડિયો અપલોડ કર્યો નથી. હાલમાં, ચાહકો અભિનેત્રીના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.