બોલિવૂડ એક્ટર આદિત્ય રોય કપૂરની અપકમિંગ એક્શન ફિલ્મ ઓમનું ટ્રેલર આવી ગયું છે. કપિલ વર્મા ડિરેક્ટેડ આ ફિલ્મ ઓમમાં જબરદસ્ત એક્શન જાવા મળી રહ્યું છે. આ ફિલ્મમાં એક્ટર આદિત્ય રોય કપૂરની સાથે-સાથે એક્ટ્રેસ સંજના સાંઘી અને જેકી શ્રોફ જેવા કલાકારો જાવા મળશે. OM The Battle Withinના ટ્રેલરમાં જાવા મળી રહ્યું છે કે એક્ટર આદિત્ય રોય કપૂર એક કમાન્ડોનો રોલ ભજવી રહ્યો છે. ત્યારબાદ આ ટ્રેલરમાં એવું પણ જાવા મળી રહ્યું છે કે એક્ટર આદિત્ય રોય કપૂર તેની યાદશક્તિ ગુમાવે છે અને જીવનમાં શું બન્યું તે યાદ પણ નથી રહેતું. આ સિવાય OM The Battle Withinમાં પ્રકાશ રાજ, આશુતોષ રાણા અને પ્રાચી શાહ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જાવા મળશે. તારીખ ૧ જુલાઈ, ૨૦૨૨ના દિવસે OM The Battle Within થિયેટર્સમાં રિલીઝ થશે. બોલિવૂડમાં એક પછી એક કોરોના વાયરસના નવા કેસો સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ એક્ટર કાર્તિક આર્યનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. થોડા દિવસ પહેલા એવા ન્યૂઝ જાણવા મળી રહ્યા હતા કે બોલિવૂડ એક્ટર આદિત્ય રોય કપૂરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને કોરોનાના હળવા લક્ષણ જાવા મળ્યા હતા. જેથી આદિત્ય રોય કપૂરની આગામી ફિલ્મ ઓમ ધ બેટલ વિથઈન’ના પ્રમોશનલ શેડ્યુલ પર અસર થઈ હતી