ટીવી એક્ટ્રેસ માહી વીજની કારને હાલમાં જ એક વ્યક્તિએ ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ તે વ્યક્તિ માહી વિજ સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો અને રેપની ધમકી આપી દીધી હતી. માહીએ આ ડરામણી ઘટના અંગે સો.મીડિયામાં વાત કરી હતી. માહી સાથે ૭ મેના રોજ આ ઘટના બની હતી. કારમાં માહીની સાથે દીકરી તારા પણ હતી. માહીએ હવે મુંબઈ પોલીસની મદદ માગી છે.
માહીએ સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં તે વ્યક્તિનો કારનો નંબર જોવા મળે છે. આ કારે માહીની કારને ટક્કર મારી હતી. આ સાથે જ માહીએ કહ્યું હતું, ‘આ વ્યક્તિએ મારી કારને ટક્કર મારી, ગાળો આપી અને પછી રેપની ધમકી આપી. તેની પત્નીને ગુસ્સો આવ્યો અને પછી તેણે કહ્યું કે છોડી દે આને. મુંબઈ પોલીસ મને આ વ્યક્તિને શોધવમાં મદદ કરે, આ વ્યક્તિ મારા માટે જોખમી છે.’
મુંબઈ પોલીસે જવાબ આપતા કહ્યું હતું, ‘પ્લીઝ તમારા નજીકના પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરો.’ માહીએ પછી કહ્યું હતું કે તે પોલીસ સ્ટેશનમાં ગઈ અને તેને મદદનું આશ્વાસન આપવામાં આવ્યું છે.
માહી સાથે બનેલી ઘટનાની જોણ થતાં યુઝર્સે રોષે ભરાયા
હતા. તેમણે એક્ટ્રેસની હિંમતના વખાણ કર્યા હતા અને આવા લોકોને બિલકુલ સહન ના કરવા જોઈએ તેમ કહ્યું હતું.
માહીએ ૨૦૧૧માં ટીવી એક્ટર જય ભાનુશાલી સાથે લગ્ન કર્યા હતા. ૨૦૧૭માં તેમણે બે બાળકો દત્તક લીધા હતા. ૨૦૧૯માં માહીએ દીકરી તારાને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મ બાદથી માહી એક્ટિંગ વર્લ્‌ડથી દૂર છે. ૨૦૨૦માં માહી રિયાલિટી શો ‘મુઝસે શાદી કરોંગે’માં જોવા મળી હતી.