(૧)સાહેબ..! તમને ખોટું બોલતા કોણે શીખવ્યું..?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
કેવો મસ્ત સવાલ છે! મારી કોલમ વાંચીવાંચી ને વાંચનાર હવે ઇન્ટિલિજન્ટ થતા જાય છે!
(૨) પત્ની રોજ વઢતી હોય છે તેના કરતા આખા મહિનાનું સાથે વઢી લેતી હોય તો શું વાંધો ?
જીગર આહીર (દાત્રાણા- પાટણ)
કોની પત્ની?
(૩) સવાલ પૂછવામાં આળસ બહુ થાય છે, શું કરવું?
નીરજા આર. દવે (અમદાવાદ)
ખોટું બોલો મા. આળસ થાય એ સવાલ ન પૂછે.
(૪) બધું બદલ્યું પણ શું ન બદલ્યું?
રામભાઈ પટેલ (સુરત)
શર્ટના બટન.
(૫) સિંધુ નદીનું પાણી બંધ છે કે ચાલું છે?અત્યારે પાકિસ્તાનવાળા શું કરે છે. ત્યાં જવાય કે ન જવાય?
હરેશભાઈ એમ. કાવઠિયા (નવા ઉજળા)
તમે એક ખણીએ ત્રણ છીંડા બુરવા પ્રયત્ન કર્યો છે. એક પછી એક સવાલ પૂછ્યા હોત તો મારું અને તમારું બેયનું હાલત!
(૬)તમને ગુજરાતી પિકચરમાં હાસ્ય કલાકારનો રોલ મળે તો તમે શું કરો ?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
ગુજરાતીમાં પણ ફિલ્મો બને છે? આ તો ખાલી પૂછું છું!
(૭) સમય અને ઘડિયાળ વચ્ચે શો સંબંધ હશે?
કનુભાઈ લિંબાસિયા ‘કનવર’ (ચિત્તલ)
કેલેન્ડર અને ઋતુ વચ્ચે હોય એવો!
(૮)નસકોરા બંધ કરવાનો કંઈ ઉપાયો હોય તો જણાવો ને ! એક મિત્રને વાત છેક છુટાછેડા સુધી પહોંચી ગઈ છે.
કનુભાઈ પરમાર (દામનગર)
તો પછી નસકોરાં બંધ શું કામ કરવા છે?!
(૯) મારે આખી દુનિયામાં “વસુધૈવ કુટુંબકમ”ની ભાવના જગાડવી છે. તે માટે હું શું કરું તો સફળતા મળે?
હરિભાઈ ધોરાજિયા (લીલીયા મોટા)
પાકિસ્તાનમાં જગાડો. બાકી બધું રેડી થઈ જશે!
(૧૦) મા..બા.. મમ્મી..મોમ…ફરક બતાવવા વિનંતી.
બાલુભાઈ કિકાણી(લીલીયા મોટા)
કાના.. ચકુડા.. દીકા બેબી!
(૧૧) ગળપણ અને ગાંડપણ વચ્ચે શું સમાનતા?
રામભાઈ પટેલ (સુરત)
તમને ખટાશ ચડી ગઈ લાગે છે!
(૧૨) તમારા જવાબ લાજવાબ હોય છે. મને એકલા એકલા હસવું આવે છે, બોલો!
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
એકલા એકલા હસવું આવે એમાં નહી પણ ધર્મપત્ની સામે બેઠા હોય તો પણ હસવું આવે ત્યારે મારા જવાબને લાજવાબ કહેજો. ધર્મપત્ની તમારા જ હોવા જોઈએ!
(૧૩) માવા ખાવાવાળા ‘હું’ કે ‘હા’ માં જ જવાબ કેમ આપે છે?
મહેન્દ્ર મકવાણા (કરજણ વડોદરા)
હું!
(૧૪) ગૃહયુદ્ધમાં સીઝફાયર ક્યારે થાય છે ?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
ઓફિસે ક્યાં કપડા પહેરી જવાના છે એ ખબર ન પડે ત્યારે!
(૧૫) કમોસમી વરસાદ વિશે શું કહેશો?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
કમોસમી વરસાદ છે જ નહી. આ વખતે કમોસમી તડકો હોય એવું લાગે છે!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..












































