એશિયા કપની મેચો ૨૩ ડિસેમ્બરથી સંયુક્ત અરબ અમીરાતમાં શરૂ થવા જઈ રહી છે. જણાવી દઇએ કે, આ ક્રિસમસમાં એક મોટી ક્રિકેટ મેચ તમારી રાહ જાઈ રહી છે. હા. આ ૨૫મી ડિસેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થવાની છે.
જણાવી દઇએ કે,યુએઆઇમાં ૨૩ ડિસેમ્બરથી અંડર-૧૯ એશિયા કપ શરૂ થઈ રહ્યો છે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જાવા મળશે. જેનો અર્થ સ્પષ્ટ છે કે હવે આપણા જુનિયર ટીમનાં ખેલાડીઓ સિનિયર ટીમનો બદલો લેશે. તમને યાદ હશે કે ટી ૨૦ વર્લ્‌ડકપની લીગ મેચમાં પાકિસ્તાને ભારતને ૧૦ વિકેટે હરાવ્યું હતું. હવે ભારત એશિયા કપમાં પાકિસ્તાનને હરાવીને તેનો બદલો લેવા માંગશે. મેચ ભલે જુનિયર ટીમની હોય, પરંતુ ભારત પાકિસ્તાન સામે જીતથી ઓછી કોઈ મેચ ઈચ્છતું નથી.
ભારત જુનિયર એશિયા કપની સૌથી સફળ ટીમોમાંથી એક છે. ભારત અને પાકિસ્તાન એશિયામાં પડોશી દેશો છે. બન્ને દેશોમાં ક્રિકેટને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, આપણે બધા જાણીએ છીએ કે ભારત અને પાકિસ્તાન મેચ ક્રિકેટ પ્રેમીઓ માટે કેટલી ખાસ છે અને ક્રિકેટ ચાહકો હંમેશા ભારત અને પાકિસ્તાન મેચ માટે તૈયાર રહે છે. તાજેતરમાં જ, બન્ને દેશ ટી ૨૦ વર્લ્‌ડકપ ૨૦૨૧માં સાથે રમતા જાવા મળ્યા હતા. જ્યાં પાકિસ્તાને ભારતને પ્રથમ વખત વર્લ્‌ડકપમાં હરાવ્યું હતું. હવે આ મહિને બન્ને દેશો ફરી ટકરાવાનાં છે.
બીસીસીઆઇએ આ મહિને યોજાનાર એશિયા કપ માટે ૨૦ સભ્યોની ટીમની યાદી બહાર પાડી છે, જેમાં એશિયા કપનું આયોજન યુએઇમાં થઈ રહ્યું છે. આ સાથે, સમિતિએ ૧૧ થી ૧૯ ડિસેમ્બર દરમિયાન બેંગલુરુમાં શરૂ થનારી નેશનલ ક્રિકેટ એકેડમી મેચો માટે ૨૫ સભ્યોની ટીમની પણ જાહેરાત કરી છે. આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનારા અંડર-૧૯ વર્લ્‌ડકપનાં હિસાબે આ બન્ને ટૂર્નામેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
યશ ધૂલ,હરનૂર સિંહ પન્નુ, અંગ્રીશ રઘુવંશી, અંશ ગોસાઈ, એસ કે રાશીદ, અન્નેશ્વર ગૌતમ, સિદ્ધાર્થ યાદવ, કૌશલ તાંબે, નિશાંત સિંધુ, દિને બના (WK), આરાધ્ય યાદવ (C), રાજનગદ બાવા, રાજવર્ધન હનગારગેકર, ગર્વ સાંગવાન, રવિ કુમાર, ઋષિત રેડ્ડી, માનવ પારખ, અમૃત રાજ ઉપાધ્યાય, વિકી ઓસ્વાલ, વાસ વુત્સ.