વેવાઈ અને વેવાણના કિસ્સાઓ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. આ પવિત્ર સંબંધોને પણ હવે લાંછન લાગ્યું છે. હરિયાણાના પલવલમાં હવે એક વેવાઈએ એવુ કામ કર્યું કે સભ્ય સમાજ પણ હચમચી જાય. હરિયાણાના પલવલમાં એક વેવાઈએ વેવાણ સાથે જ દુષ્કર્મ કર્યુ હતુ. એ પણ, એકવાર નહિ, અનેકવાર. વેવાઈએ પહેલા તો તેના ઘરે જઈને અને બાદમાં હોટલોમાં જઈને અનેકવાર વેવાણ સાથે દુષ્કર્મ આચર્યુ હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ કિસ્સો હરિયાણાના પલવલનો છે. એક વૃદ્ધ મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તેની દીકરીના લગ્ન ૨૦૨૦ ના મે મહિનામાં થયા હતા. તેના બાદ તેના સસરા સતત તેમના ઘરે આવવા જવા લાગ્યા હતા. ૭ ડિસેમ્બરના રોજ હું ઘરમાં એકલી હતી, ત્યારે અચાનક મારા વેવાઈ આવી ચઢ્યા હતા. તેથી મેં તેમના માટે ચા બનાવી હતી. ટેબલ પર ચા મૂકીને હું રસોડામાં કંઈક ખાવાનું લેવા ગઈ હતી. તે દરમિયાન વેવાઈએ મારી ચામાં કોઈ નશાકારક વસ્તુ નાંખી હતી. આ પીને હુ બેભાન થઈ ગઈ હતી. બેભાન અવસ્થામાં તેમણે મારો ફાયદો લીધો હતો અને મારી સાથે બળાત્કાર ગુજાર્યો હતો.
વેવાઈએ ન માત્ર રેપ કર્યો, પરંતુ વેવાણની નગ્ન અવસ્થાની તસવીરો પણ ક્લીક કરી કેટલાક વીડિયો બનાવ્યા હતા. આ બાદ વેવાઈએ વેવાણને આ ફોટો બતાવી બ્લેકમેલ કરવાની શરૂઆત કરી હતી. આ વીડિયો બધાને બતાવી દેવાની ધમકી આપીને તેમણે વેવાણ સાથે અનેકવાર બળાત્કાર ગુજારર્યો હતો.
આ બાદ વેવાઈ વેવાણને બ્લેકમેલ કરીને રાજસ્થાન, હિમાચલ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડની અલગ અલગ હોટલમાં લઇ ગયો હતો. તો કેટલાક કારમાં બેસાડીને જંગલમાં પણ લઈ જતો હતો. આમ, પીડિતાએ જ્યારે જ્યારે વિરોધ કર્યો, ત્યારે વેવાઈ તેને ચાકુ બતાવીને હત્યા કરી નાંખવાની ધમકી આપતો હતો. આખરે કંટાળેલી વેવાણે પોતાના જમાઈ અને દીકરીને તમામ માહિતી આપી હતી. આ બાદ તેઓ પણ ચોંકી ગયા હતા. જેના બાદ પીડિતાના ફરિયાદ પર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.