સમયની સાથે મહારાષ્ટ્રની રાજનીતિક સંકટ ઘેરૂ બની રહ્યું છે શિવસેનાના બળવાખોર એકનાથ શિંદે હવે અપક્ષ સહિત ૪૫ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરી રહ્યાં છે.સત્તાધારી મહાવિકાસ અઘાડી (એમવીએ) ગઠબંધન તુટવાને લઇ શિવસેના તુટી થવાનો ખતરો ઉભો થયો છે.જો કે આ પહેલો પ્રસંગ નથી જયારે શિવસેના પોતાના જ નેતાએ બળવો કર્યો હોય આ પહેલા પણ આવા અનેક બળવાનો અનુભવ છે.ગત બળવાની જેમ આ બળવાને પરિણામ આપનાર પણ એક કટ્ટર શિવસૈનિક જ છે
એ યાદ રહે કે ૬૦ના દાયકામાં એક ઓબીસી યુવક બાલ ઠાકરેના એક ભાષણથી એટલો પ્રભાવીત થયો કે શિવસૈનિક બની ગયો કાર્યકર્તા તરીકે રાજનીતિમાં કેરિયર શરૂ કરી ૧૯૭૩માં દેશની સૌથી સમૃધ્ધ મુંબઇ મહાનગર પાલિકા ચુંટણી લડી અને નગર સેવક બન્યો નાની નાની સીડી ચઢતા પાર્ટી અને પાર્ટી પ્રમુખનો ખાસ બની ગયો આ છે છગન ભુજબળ જે મહારાષ્ટ્રની રાજનીતિના દબંગ ઓબીસી નેતા તરીકે બહાર આવ્યા અને ૧૯૮૫ની વિધાનસભા ચુંટણીમાં શિવસેના સૌથી મોટા વિરોધ પક્ષ તરીકે ઉભરી છગન ભુજબળે પોતાના માટે વિરોધ પક્ષનું પદ પાક્કુ સમજયું પરંતુ બાલ ઠાકરેએ મનોહર જોશીને આ પદ આપ્યું અને ભુજબળને શહેરની રાજનીતિ સુધી સીમિત કરવા માટે મુંબઇના મેયર બનાવી દેવાયા કેન્દ્રમાં રાષ્ટ્રીય મોરચાની ગઠબંધન સરકારે મંડળ આયોગની ભલામણોને લાગુ કરતા પછાત વર્ગને અનામત આપવાનું નક્કી કર્યું ગઠબંધનના સાથી ભાજપે તેનું સમર્થન કર્યું રાજયમાં શિવસેના અને ભાજપનું ગઠબંધન હતું પરંતુ શિવસેનાએ ઓબીસી અનામતનો વિરોધ કર્યો છગન ભુજબળે તેનો વિરોધ કર્યો મનોહર જોશીની વિરૂધ્ધ કડક નિવેદન પણ આપ્યું બાલ ઠાકરેએ સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સ્થિતિ વધુ બગડી ગઇ અને શિવસેનાના ૫૨ ધારાસભ્યોમાંથી ૧૮ને સાથે લઇ ભુજબળે પાર્ટીથી બળવો કર્યો અને અલગ શિવસેના બી જુથ બનાવ્યું અને ત્યારબાદ આ તમામ કોંગ્રેસમાં સામેલ થઇ ગયા આ રીતે છગન ભુજબળ પહેલા શિવસૈનિક બન્યા જેમણે શિવસેનમાં બળવો કર્યો વર્ષ ૨૦૦૨ની આસપાસ બાલ ઠાકરેના પુત્ર ઉદ્વવની રાજનીતિમાં એન્ટ્રી થાય છે શિવસેનામાં તેના માટે વાતાવરણ બનાવવામાં આવ્યું પહેલા વિધાનસભા ચુંટણીના પ્રભારી ત્યારબાદ કાર્યકારી અધ્યક્ષ આ પરિવર્તન જુના શિવસૈનિક નારાયણ રાણેને બિલકુલ હજમ થયું નહીંરાણે ૧૬ વર્ષની ઉમરથી શિવસેનામાં હતાં રાણે શિવસેનાથી કોર્પોરેટર,ધારાસભ્ય વિરોધ પક્ષના નેતા મંત્રી અને મુખ્યમંત્રી પણ બન્યા હતાં બાલ ઠાકરે બાદ બીજો નંબર પર નારાયણ રાણેની ગણતરી થતી હતી પરંતુ તેમને ઉદ્વવનું નેતૃત્વ સ્વીકાર્ય ન હતું. વર્ષ ૨૦૦૫માં રાણેએ શિવસેનાના ૧૦ ધારાસભ્યો સાથે પાર્ટી છોડી અને ૩ જુલાઇ ૨૦૦૫ના રોજ કોંગ્રેસમાં સામેલ થઇ ગયા ૨૦૧૭માં રાણેએ કોંગ્રેસ પણ છોડી દીધી અને મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષની રચના કરી બાદમાં ભાજપમાં સામેલ થઇ ગયા હાલ કેન્દ્રની મોદી સરકારના મંત્રીમંડળમાં છે.
શિવસેનાને સૌથી મોટો આંચકો ઠાકરે પરિવારની અંદરથી મળ્યો છે કયારેક બાલ ઠાકરેના ભત્રીજો રાજ ઠાકરેને મહારાષ્ટ્રની રાજનીતિનો ઉગતો સુરજ માનવામાં આવતા હતાં રાજ બાલ ઠાકરેના પડછાયાની જેમ હતાં તેમના જેવો જ પહેરવેશ વાતચીત અને ભાષણ શૈલી પણ પરંતુ જયારે ઉત્તરાધિકારી પસંદ કરવાનો મોકો આવ્યો તો બાલ ઠાકરેએ રાજ ઠાકરેને કિનારે કરી ઉદ્વવ ઠાકરેને આગળ કરી દીધો.પાર્ટીમાં જેમ જેમ ઉદ્વવનું કદ વધ્યું અને રાજ ઠાકરેને પડદાની પાછળ ધકેલવામાં આવ્યા ત્યારબાદ તેઓ ૨૦૦૬માં મોટી સંખ્યામાં શિવસેનાના કાર્યકર્તાઓની સાથે પાર્ટીથી અલગ થઇ ગયા માર્ચ ૨૦૦૬માં તેમણે પોતાની પાર્ટી બનાવી અને તેનું નામ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના રાખ્યું