મહારાષ્ટ્રમાં ચાલી રહેલો રાજનૈતિક ડ્રામા પૂર્ણ થઇ ગયો છે, પણ હજુ પણ એક-બીજો પર આરોપ-પ્રત્યારોપ કરવાનું શરૂ જ છે, ત્યારે શિવસેના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, મને બધું ખબર છે, સમગ્ર દેશને ખબર છે કે, રાજનૈતિક દબાણના કારણે વિરોધી પક્ષના નેતાઓને હેરાન કરવામાં આવી રહ્યા છે, મને સમન આવ્યું છે અને હું ઈડી સામે હાજર થવા જઈ રહ્યો છું. સાથે જ પ્રદેશમાં નવી સરકાર બનવાને લઈને સંજય રાઉતે શુભેચ્છાઓ પણ આપી છે. તેમને કહ્યું કે, નવી સરકારને શુભેચ્છાઓ. નવી સરકાર આવી છે, તો તેનું સ્વાગત પણ થવું જોઈએ, આ મહારાષ્ટ્રની પરંપરા છે, એકનાથ શિંદેને હાર્દિક શુભેચ્છાઓ છે, આશા છે કે, મહારાષ્ટ્રના હિત માટે કામ કરશે.
આ ઉપરાંત સંજય રાઉતે કહ્યું કે, ‘દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદેના રાઈટ હેન્ડ છે, શિંદેને ખૂબ જ અનુભવ છે, રાજ્યને આગળ લઇ જશે.’ તેમજ, દેવેન્દ્ર ફડણવીસની નારાજગીના પ્રશ્ન પર સંજય રાઉતે કહ્યું કે, ‘જ્યાં સુધી હું ફડણવીસ સાથે વાત નહીં કરીશ, ત્યાં સુધી હું નહીં કહી શકીશ કે, તેઓ ખુશ છે કે નારાજ. ફડણવીસે પોતાની પાર્ટીના હુકમનું પાલન કર્યું છે, BJમાં આના પહેલા પણ અનેક શિવસૈનિક ગયા, પણ મ્ત્નઁ એ તેમનું સ્વાગત નથી કર્યું. હું હજુ પણ નહીં માનીશ કે, શિવસેનાનો મુખ્યમંત્રી બન્યો છે. કેમ કે, જ્યાં ઉદ્ધવ ઠાકરે ત્યાં જ શિવસેના છે.’
શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, ‘જો ફડણવીસ અઢી-અઢી વર્ષના ફોર્મ્યૂલા પણ માની ગયા હોત, તો આ ગઠબંધન તૂટ્યું ન હોત. BJએ શિવસેનાને તોડવાનું કામ કર્યું છે, ભાજપની સરકાર શિવસેનાની સાથે નથી. શિવસેનાના એક ગુટની સાથી બની છે, શિવસેનાનો ઉપકાર બધા પર છે. અમિત શાહ અને વડાપ્રધાન મોદીએ એકનાથ શિંદેને જે આટલું સન્માન આપ્યું છે, તે સારી વાત છે.’
પાર્ટીમાં થયેલા ભાગલાને લઈને સંજય રાઉતે કહ્યું કે, ‘તૂટ-ફૂટની વાત જૂની થઇ ગઈ છે, રાજ્યમાં એક સરકાર આવી છે, તેનું સ્વાગત કરવું જોઈએ. દેવેન્દ્રને મુખ્યમંત્રી ન બનાવવું તેમની પાર્ટીનો આંતરિક મામલો છે. એકનાથ શિંદે જ્યાં સુધી શિવસેના-શિવસેના કહેતા રહેશે, ત્યાં સુધી તેમને મુખ્યમંત્રી પદ પર રાખવામાં આવશે.’