મહારાષ્ટ્રના રાજકારણમાં ગુરુવારે જબરો ટ‹નગ પોઇન્ટ આવ્યો હતો, બપોર સુધી એવી જ વાત ચાલતી હતી કે મુખ્યમંત્રી તરીકે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ શપથવિધી લેશે, પરંતુ સાંજે દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદે મુખ્યમંત્રી બનશે એવી જોહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. હવે મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદે શપથગ્રહણ કર્યા છે
એકનાથ શિંદેનો પરિચય મેળવીએ તો એકનાથ શિંદેનો જન્મ ૯ ફેબ્રુઆરી, ૧૯૬૪ના રોજ થયો હતો. તેઓ હાલની મહારાષ્ટ્ર સરકારના શહેરી વિકાસ મંત્રી છે. એકનાથ શિંદે શરૂઆતથી જ શિવસેના સાથે જોડાયેલા છે અને હાલમાં થાણેની પચપખાડી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તેઓ ૨૦૦૪, ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૧૯માં સતત ૪ વખત મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયા છે. એકનાથ શિંદેને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નજીકના માનવામાં આવતા હતા અને તેમને માતોશ્રી વફાદાર કહેવામાં આવતા હતા. જણાવી દઈએ કે, માતોશ્રી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું ઘર છે.
એકનાથ શિંદે ૧૯૮૦માં શિવસેનામાં જોડાયા હતા. શિવસેનાના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેના ૧૯૭૦-૮૦ના દાયકામાં મહારાષ્ટ્રના અન્ય યુવાનોની જેમ એકનાથ શિંદેનો પણ ઘણો પ્રભાવ હતો. એકનાથ શિંદે ૧૯૮૦ના દાયકામાં શિવસેનામાં જોડાયા અને કિસાન નગરના શાખા પ્રમુખ તરીકે નિયુક્ત થયા. ત્યારથી તેઓ સામાજીક અને રાજકીય મુદ્દાઓ પર પાર્ટી દ્વારા ઘણા આંદોલનોમાં મોખરે રહ્યા છે.
વર્ષ ૧૯૯૭માં શિવસેનાએ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં એકનાથ શિંદેને કાઉન્સિલરની ટિકિટ આપી અને તે સમયે તેઓ પ્રચંડ બહુમતીથી જીત્યા હતા. ૨૦૦૧માં તેઓ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગૃહના નેતા તરીકે ચૂંટાયા હતા અને ૨૦૦૪ સુધી તેઓ આ પદ પર રહ્યા. ૨૦૦૪માં બાળાસાહેબ ઠાકરે દ્વારા એકનાથ શિંદેને થાણે વિધાનસભા ચૂંટણી લડવાની તક આપવામાં આવી હતી અને તેઓ જંગી બહુમતીથી જીત્યા હતા.
એકનાથ શિંદેની વર્ષ ૨૦૦૫માં શિવસેના થાણે જિલ્લા પ્રમુખના પ્રતિષ્ઠિત પદ પર નિમણૂક કરવામાં આવી હતી. આ પછી ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ વિજયી બન્યા હતા. ૨૦૧૪ની ચૂંટણીઓ પછી એકનાથ શિંદે શિવસેનાના વિધાનમંડળ પક્ષના નેતા તરીકે અને બાદમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટાયા હતા. જ્યારે શિવસેના રાજ્ય સરકારમાં સામેલ થઈ, ત્યારે એકનાથ શિંદેએ જોહેર બાંધકામ વિભાગના મંત્રી તરીકે શપથ લીધા. આ પછી, તેમણે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વધારાની જવાબદારી લીધી હતી
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે જોહેરાત કરી હતી કે એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેઓ સરકારથી બહાર રહેશે. ફડણવીસે કહ્યું કે જનતાએ મહાવિકાસ અઘાડીને બહુમતી આપી નથી. ચૂંટણી પછી ભાજપ સૌથી મોટો પક્ષ હતો.
તેમણે કહ્યું હતું કે, ભાજપ-શિવસેનાએ ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી, પરંતુ શિવસેનાએ કોંગ્રેસ અને દ્ગઝ્રઁની મદદથી સરકાર બનાવી હતી. આ દરમિયાન શિવસેનાએ બાળાસાહેબ ઠાકરેના વિચારોને પણ અભરાઇએ ચઢાવી દીધા હતા. ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે સરકારના બે મંત્રી જેલમાં છે. આવું પહેલા ક્યારેય બન્યું નથી. બાળાસાહેબ ઠાકરે હંમેશાં દાઉદનો વિરોધ કરતા હતા, પરંતુ ઉદ્ધવ સરકારના એક મંત્રી દાઉદ સાથે જોડાયેલા છે. જેલમાં ગયા પછી પણ તેમને મંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા નથી. આ બાળાસાહેબનું અપમાન છે.