કંગના રનૌતે હાલમાં જ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદેને શુભેચ્છા પાઠવી હતી. એક્ટ્રેસે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને શિંદેની સક્સેસ સ્ટોરી અંગે વાત કરી હતી. કંગનાએ કહ્યું હતું કે એક ઓટો રિક્ષા ડ્રાઇવરથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા સુધીની સફર ઘણી જ પ્રેરણાદાયી છે.
કંગનાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘શું પ્રેરણાદાયી સ્ટોરી છે. રોજી-રોટી કમાવવા માટે ઓટો રિક્ષા ચલાવનારથી લઈ દેશના સૌથી પાવરફુલ વ્યક્તિ બનવા સુધીની વાત. શુભેચ્છા સર.’
કંગનાએ કહ્યું હતું, ‘૧૯૭૫ના પછી આ સમય ભારતના લોકતંત્ર માટે સૌથી મહ¥વપૂર્ણ સમય છે. ૧૯૭૫માં લોકનેતા જે પી નારાયણની એક લલકારથી ‘સિંહાસન છોડો’થી જનતા આવે છે અને સિંહાસન પડી જોય છે. ૨૦૨૦માં મેં કહ્યું હતું કે લોકતંત્ર એક વિશ્વાસ છે અને સત્તાના અભિમાનમાં આવીને જે આ વિશ્વાસને તોડે છે, તેનો અહં પણ તૂટશે તે નક્કી છે.’
વધુમાં કંગનાએ કહ્યું હતું, ‘આ કોઈ વ્યક્તિ વિશેષની શક્તિ નથી. આ શક્તિ સાચા ચરિત્રની છે. બીજી વાત હનુમાનજીને શિવનો ૧૨મો અવતાર માનવામાં આવે છે. જ્યારે શિવસેનાએ હનુમાન ચાલીસાને બૅન કરી દીધા પછી તો તેમને શિવ પણ બચાવી શકે તેમ નથી. હર હર મહાદેવ. જય હિંદ. જય મહારાષ્ટ્ર.’
કંગનાની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધાકડ’ બોક્સ ઓફિસ પર સુપરડુપર ફ્લોપ રહી હતી. કંગના હવે ‘તેજસ’માં જોવા મળશે. આ ઉપરાંત કંગનાએ ‘ઇમર્જન્સી’નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં કંગના ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધીના રોલમાં જોવા મળશે.