તેમના સિંગાપોરના સમકક્ષ લોરેન્સ વોંગ સાથે દ્વિપક્ષીય બેઠક બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન, પીએમ મોદીએ કહ્યું, ‘આતંકવાદ અંગે અમારી ચિંતાઓ સમાન છે. અમે માનીએ છીએ કે એકતામાં આતંકવાદનો સામનો કરવો એ બધા માનવતાવાદી દેશોની ફરજ છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા અને આતંકવાદ સામેની લડાઈમાં તેમના સમર્થન બદલ હું પ્રધાનમંત્રી વાંગ અને સિંગાપોર સરકારનો આભાર માનું છું.’વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘ગ્રીન અને ડિજિટલ શિપિંગ કોરિડોર માટેનો કરાર દરિયાઈ ક્ષેત્રમાં ગ્રીન ફ્યુઅલ સપ્લાય ચેઇન અને ડિજિટલ પોર્ટ ક્લીયરન્સને પ્રોત્સાહન આપશે. ભારત તેના બંદર માળખાના વિકાસ પર ઝડપથી કામ કરી રહ્યું છે. આમાં સિંગાપોરનો અનુભવ ખૂબ ઉપયોગી છે. આજે અમે સિંગાપોરની કંપની પીએસએ ઇન્ટરનેશનલ દ્વારા વિકસિત ભારત-મુંબઈ કન્ટેનર ટર્મિનલના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. આ અમારી કન્ટેનર હેન્ડલિંગ ક્ષમતામાં વધુ વધારો કરશે. સિંગાપોર અમારી એક્ટ ઇસ્ટ નીતિનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. અમે ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાના સહયોગ અને સંયુક્ત દ્રષ્ટિકોણને આગળ વધારવા માટે આસિયાન સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખીશું.’પ્રધાનમંત્રીએ કહ્યું, ‘આપણા સંબંધો રાજદ્વારીથી ઘણા આગળ વધે છે. તે એક હેતુપૂર્ણ ભાગીદારી છે, જે પરસ્પર હિતો દ્વારા સંચાલિત, સહિયારા મૂલ્યો પર આધારિત છે. તે શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટેના સહિયારા વિઝનથી પ્રેરિત છે.’સંયુક્ત પત્રકાર પરિષદની શરૂઆતમાં, પીએમ મોદીએ કહ્યું, ‘આજે સિંગાપોર દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં અમારું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. સિંગાપોરથી ભારતમાં મોટા પાયે રોકાણ થયું છે. અમારા સંરક્ષણ સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે. લોકો વચ્ચેનો સંબંધ ઊંડો અને ગતિશીલ છે. આજે અમે અમારી ભાગીદારીના ભવિષ્ય માટે એક વિગતવાર રોડમેપ તૈયાર કર્યો છે. અમારો સહયોગ ફક્ત પરંપરાગત ક્ષેત્રો સુધી મર્યાદિત રહેશે નહીં. બદલાતા સમય સાથે, અદ્યતન ઉત્પાદન, ગ્રીન શિપિંગ, કૌશલ્ય વિકાસ, નાગરિક, પરમાણુ અને શહેરી જળ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રો પણ અમારા સહયોગનું કેન્દ્ર બનશે.’પ્રધાનમંત્રીએ કહ્યું, ‘… સિંગાપોરના વડા પ્રધાન બન્યા પછી હું લોરેન્સ વોંગનું ભારતની તેમની પ્રથમ મુલાકાત પર સ્વાગત કરું છું. આ મુલાકાત વધુ ખાસ છે કારણ કે આપણે ભારત-સિંગાપોર સંબંધોની ૬૦મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. સિંગાપોરની અમારી છેલ્લી મુલાકાત દરમિયાન, અમે અમારા સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડ્યા હતા.’નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘અમે નક્કી કર્યું છે કે પરસ્પર વેપારને પ્રોત્સાહન આપવા માટે દ્વિપક્ષીય વ્યાપક આર્થિક સહયોગ કરાર અને છજીઈછદ્ગ સાથેના અમારા મુક્ત વેપાર કરારની સમયસર સમીક્ષા કરવામાં આવશે. ભારત-સિંગાપોર સંબંધોમાં આપણા રાજ્યો પણ મહત્વપૂર્ણ હિસ્સેદારો હશે. જ્યારે રાષ્ટ્રપતિ થરમન જાન્યુઆરીમાં ભારતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેમણે ઓડિશાની પણ મુલાકાત લીધી હતી. છેલ્લા એક વર્ષમાં, ઓડિશા, તેલંગાણા, આસામ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીઓએ સિંગાપોરની મુલાકાત લીધી છે. ગુજરાતમાં ગિફટ સિટી આપણા શેરબજારોને જાડતો બીજા એક નવો સેતુ બન્યો છે. ગયા વર્ષે હસ્તાક્ષર કરાયેલ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ભાગીદારી કરારે પણ સંશોધન અને વિકાસને નવી દિશા આપી છે. સેમિકન્ડક્ટર ઇન્ડિયા કોન્ફરન્સમાં સિંગાપોર કંપનીઓની સક્રિય ભાગીદારી પોતાનામાં એક મોટી વાત હતી. સિંગાપોર ચેન્નાઈમાં રાષ્ટ્રીય કૌશલ્ય શ્રેષ્ઠતા કેન્દ્ર સ્થાપવામાં મદદ કરશે. આ કેન્દ્ર અદ્યતન ઉત્પાદન ક્ષેત્રમાં કુશળ માનવશક્તિ તૈયાર કરશે.’પીએમ મોદીએ કહ્યું, ‘ટેકનોલોજી અને નવીનતા આપણી ભાગીદારીના મજબૂત સ્તંભો છે. અમે કૃત્રિમ બુદ્ધિમત્તા, ક્વોન્ટમ અને અન્ય ડિજિટલ તકનીકોમાં સહયોગ વધારવાનો નિર્ણય લીધો છે. અવકાશ ક્ષેત્રમાં  આજે થયેલા કરારથી અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં સહયોગમાં એક નવો અધ્યાય ઉમેરી રહ્યો છે. અમે આ વર્ષના અંતમાં ભારત-સિંગાપોર હેકાથોનનો આગામી રાઉન્ડ યોજવાનું નક્કી કર્યું છે જેથી આપણા યુવાનોને તેમની પ્રતિભા સાથે જોડવામાં આવે. આપણી ડિજિટલ કનેકટીવિટીવિટીના સફળ ઉદાહરણો છે અને આજે ૧૩ નવી ભારતીય બેંકો તેમાં જાડાઈ છે તે આનંદની વાત છે.’