ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ મંગળવારે જણાવ્યું હતું કે ૧૨ જૂને થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસમાં કોઈ અનિયમિતતા નથી. આ અકસ્માતમાં ૨૬૦ લોકોના મોત થયા હતા. મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેટલાક લોકો એરક્રાફ્ટ એક્સીડેંટ ઇન્વેસ્ટેગેશન બ્યુરાની તપાસ પર સવાલ ઉઠાવી રહ્યા છે. નાયડુએ કહ્યું કે ખરેખર શું થયું તે જાણવા માટે દરેકને ના અંતિમ અહેવાલની રાહ જાવી પડશે. ઉડ્ડયન મંત્રીએ કહ્યું, “તપાસમાં કોઈ ચાલાકી કે ગેરરીતિ નથી. તે ખૂબ જ સ્વચ્છ અને સંપૂર્ણ પ્રક્રિયા છે, જે અમે નિયમો અનુસાર કરી રહ્યા છીએ.” નાયડુ રાષ્ટ્રીય રાજધાનીમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. આ કાર્યક્રમ પછી પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, “અંતિમ અહેવાલમાં થોડો સમય લાગશે.એએઆઇબી ખૂબ જ પારદર્શક અને સ્વતંત્ર રીતે આની તપાસ કરી રહ્યું છે. અમે તેમના પર ઉતાવળમાં અહેવાલ તૈયાર કરવા માટે કોઈ દબાણ લાવવા માંગતા નથી. તેથી, તેઓ આ અહેવાલ પૂર્ણ કરવા માટે જરૂરી તેટલો સમય લેશે.”

૪ ઓક્ટોબરના રોજ અમૃતસરથી બ‹મગહામ જતી ફ્લાઇટ છૈં-૧૧૭ પર રેન્ડમ આલ્કોહોલ ટેસ્ટિંગની ગોઠવણી અંગે, ઉડ્ડયન મંત્રીએ કહ્યું, “જ્યારે પણ આવી ઘટના બને છે, ત્યારે અમે સમસ્યાના મૂળ કારણને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. એકવાર અમે મૂળ કારણ નક્કી કરી લઈએ, પછી ભલે તે સંબંધિત તમામ પક્ષોનો સંપર્ક કરીશું (પછી ભલે તે મૂળ ઉપકરણ ઉત્પાદક હોય કે અન્ય જવાબદાર વક્તિઓ). અમે સંપૂર્ણ અને ઊંડાણપૂર્વક તપાસ કરીશું. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય આ તકનીકી સમસ્યાનું કારણ નક્કી કરવા માટે કામ કરી રહ્યું છે.”૧૨ જૂનના રોજ, અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન ગેટવિક જતી એર ઇન્ડિયા બોઇંગ ૭૮૭-૮  વિમાન (એઆઇ-૧૭૧) ટેકઓફ કર્યાના થોડા સેકન્ડ પછી ક્રેશ થયું. આ અકસ્માતમાં ૨૪૧ મુસાફરો સહિત ૨૬૦ લોકો માર્યા ગયા. તેને ભારતની સૌથી ખરાબ હવાઈ દુર્ઘટનાઓમાંની એક માનવામાં આવે છે.૧૨ જુલાઈના રોજ પ્રકાશિત એએઆઇબીના પ્રારંભિક અહેવાલમાં જણાવાયું હતું કે વિમાનના બંને એન્જિનને ઇંધણ પુરવઠો લગભગ એકસાથે બંધ થઈ ગયો હતો, ટેકઓફ થયાના થોડીક સેકન્ડ પછી. કોકપીટ વોઇસ રેકોર્ડરમાં, એક પાઇલટને પૂછતા સાંભળવામાં આવ્યો હતો, “તમે કેમ કાપી નાખ્યું?”, જેના પર બીજા પાઇલટે જવાબ આપ્યો કે તેણે આવું કંઈ કર્યું નથી. ૨૨ સપ્ટેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે આ અહેવાલના ભાગોના જાહેર પ્રકાશન પર નારાજગી વ્યક્ત કરી. કોર્ટે જણાવ્યું હતું કે આવી “પસંદગીયુક્ત રિપો‹ટગ દુર્ભાગ્યપૂર્ણ અને બેજવાબદાર” છે અને મીડિયામાં ખોટી વાર્તા બનાવી શકે છે.