ઋષભ શેટ્ટી અભિનીત ફિલ્મ ‘કાંતારા ૨’ ના સેટ પર મંગળવાર, ૭ મે ના રોજ બપોરે એક ખૂબ જ દુઃખદ ઘટના બની. કોલ્લુર સૌપર્ણિકા નદીમાં ડૂબી જવાથી એક જુનિયર કલાકારનું મૃત્યુ થયું. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, કેરળના રહેવાસી એમએફ કપિલ લંચ બ્રેક પછી નદીમાં તરવા ગયા હતા અને જારદાર પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા. સ્થાનિક અધિકારીઓ અને ફાયર વિભાગે તાત્કાલિક શોધ અને બચાવ કામગીરી શરૂ કરી. જાકે, કપિલનો મૃતદેહ મંગળવારે સાંજે નદીમાંથી મળી આવ્યો હતો. કોલ્લુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને હાલમાં તપાસ ચાલી રહી છે.
‘કાંતારા ૨’ ના સેટ પર અકસ્માત થયો હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલા કોલ્લુરમાં જુનિયર કલાકારોને લઈ જતી બસ પલટી ગઈ હતી. જાકે, કોઈને ઈજા થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. ખતરનાક તોફાન, પવન અને વરસાદને કારણે ફિલ્મનો એક મોટો સેટ પણ નાશ પામ્યો હતો, જેના કારણે નિર્માતાઓને ભારે નુકસાન થયું હતું. હવે, ‘કાંથારા ૨’ ના જુનિયર કલાકારના મૃત્યુ પછી, ફરી એકવાર હલચલ મચી ગઈ છે. એવા અહેવાલો હતા કે નિર્માણમાં વિલંબને કારણે ‘કાંતારા ૨’ ની રિલીઝ મુલતવી રાખવામાં આવી શકે છે. જાકે, ગયા મહિને નિર્માતાઓએ સ્પષ્ટતા કરી હતી કે ફિલ્મમાં વિલંબ થશે નહીં અને તે ૨ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ રિલીઝ થશે.
કંતારા એ ૨૦૨૨ માં રિલીઝ થયેલી કન્નડ ફિલ્મ છે. જાકે તેને તેની મૂળ ભાષામાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ નિર્માતાઓએ પાછળથી તેને હિન્દી સહિત ઘણી ભાષાઓમાં ડબ કરીને રિલીઝ કરી. ઋષભ શેટ્ટીની ‘કાંતારા’ એ બોક્સ ઓફિસ પર ૩૦૯ કરોડ રૂપિયાની કમાણી કરી. ફિલ્મના હિન્દી ડબ વર્ઝનએ ૮૪ કરોડની કમાણી કરી. હવે, દરેક વ્યક્તિ ‘કાંતારા ૨’ ની રિલીઝની રાહ જાઈ રહ્યા છે, જે વાસ્તવમાં પહેલા ભાગની પ્રિકવલ છે અને તેથી નિર્માતાઓએ તેનું નામ ‘કાંતારા ચેપ્ટર ૧’ રાખ્યું છે. આ ફિલ્મમાં ઋષભ શેટ્ટી, જયરામ, કિશોર અને જયસૂર્ય છે.