ઊના નજીક પાલડી ગામે દીવથી ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈને કારમાં નીકળેલા સુત્રાપાડાના ત્રણ શખ્સોને ગીર સોમનાથ જિલ્લા એલસીબીએ ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન કડવાસર, પ્રભાસપાટણના વધુ ચાર શખ્સોનું નામ ખુલતા સાત શખ્સો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી રૂ.૩.૯૦ લાખ કરતાં વધુ રકમનો દારૂ, મોબાઈલ, કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. એલ.સી.બી.ના પો. ઈન્સ. એમ.વી. પટેલના માર્ગદર્શન હેઠળ પો. સબ ઇન્સ. એ.સી. સિંધવ સહિતના સ્ટાફે પેટ્રોલિંગ દરમ્યાન બાતમી આધારે નવાબંદર મરીન પો.સ્ટે. વિસ્તારના પાલડી ગામે સાયક્લોન સેન્ટર સામે સ્વિફ્‌ટ કાર તેમજ બાઈક પર દીવ થી પાલડી રોડ પર પસાર થતાં ભીમાભાઈ સાગરભાઈ ઝાલા, નિલેશભાઈ હરીભાઈ સોલંકી, સંદીપસિંહ વિઠ્ઠલભાઈ ઝાલા, હનીકભાઈ મુન્સી વસીમભાઈ, સુભાષભાઈ વાળા, વીપુલભાઈને અટકાવી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ ૨૧૫ કિં.રૂ.૪૯,૭૦૦/-મળી આવતાં અટકાયત કરી હતી.