અભિનેત્રી કંગના રનૌત હાલમાં ‘ભીખમાં મળેલી આઝાદી’ નિવેદનના કારણે ફરીથી ચર્ચામાં છે. અનેક હસ્તીઓએ કંગનાના આ નિવેદનનો વિરોધ કર્યો છે. હવે કંગનાના આ નિવેદન પર રાખી સાવંતે પ્રતિક્રિયા આપી છે. રાખીએ જણાવ્યું કે તેને ઊંડો આઘાત લાગ્યો છે અને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. તેણે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કંગનાને ખરી ખોટી સંભળાવતી જોવા મળે છે.
રાખી સાવંતે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે હોસ્પિટલના બેડ પર સૂતેલી જોવા મળે છે. વીડિયોમાં રાખી સાવંત કહે છે કે ‘હું હોસ્પિટલમાં છું દોસ્તો. નર્સ મારું ચેકઅપ કરે છે. હું બીમાર થઈ ગઈ છું, શોકમાં છું. એક અભિનેત્રી, જેને હાલમાં જ પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે, તેણે કહ્યું કે આપણને આઝાદી ભીખમાં મળેલી છે. આપણા પર દયા આવી ગઈ. શું તમે લોકો તમારા દેશને પ્રેમ નથી કરતા? હું તો ખુબ કરું છું અને તમે લોકો પણ કરતા હશો. આવા લોકોને પદ્મ એવોર્ડ આપવામાં આવે છે. ભીખમાં તો તને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. આપણા દેશના જવાનોએ કારગિલ પર જીત મેળવી, શું તેમનું બલિદાન વ્યર્થ છે. જે પ્રકારે કમેન્ટ કરાઈ રહી છે તેનાથી મને ખુબ દુઃખ થયું છે દોસ્તો.
અત્રે જણાવવાનું કે કંગના રનૌતે હાલમાં જ એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં કહ્યું હતું કે ૧૯૪૭માં આઝાદી નહીં પરંતુ ભીખ મળી હતી. કંગનાનું કહેવું હતું કે અસલમાં આઝાદી વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ મળી છે. તેના આ નિવેદન બાદ બબાલ મચી છે. મ્યુઝિક કમ્પોઝર વિશાલ દદલાણીએ કંગનાના આ નિવેદનની ટીકા કરી. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો જેમાં ભગત સિંહની તસવીર બનેલી છે. તેણે ફોટો કેપ્શનમાં લખ્યું કે ‘તે મહિલાને યાદ અપાવો જેણે કહ્યું કે આઝાદી ભીખમાં મળી હતી. ૨૩ વર્ષની ઉંમરમાં શહીદ થયેલા ભગત સિંહે આઝાદી માટે પોતાનો જીવ આપ્યો હતો. તેઓ પોતાના હોઠ પર હાસ્ય લાવીને ગીત ગાતા ફાંસી પર ચડી ગયા હતા.