એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટમાં ઊંઝા એપીએમસીની ચૂંટણીનો મુદ્દો ગરમાયો હતો. ભાજપ એ મેન્ડેડ આપ્યા છતાં ચુંટણીમાં ડખો ઊભો થયો હતો. ખેડૂતો વિભાગના બંને જૂથના ૧૦ ઉમેદવારોને મેન્ડેડ અપાયો હતો. જેમાં સ્થાનિક ધારાસભ્ય, પૂર્વ મંત્રીના પૌત્ર અને પૂર્વ ચેરમેનનું જૂથ મેદાને હતું. ત્રણેય રાજકીય આગેવાનો ભાજપના નેતા વચ્ચે વર્ચસ્વની લડાઈનું પરિણામ આવી ગયું છે. ઊંઝા એપીએમસીમાં દિનેશ પટેલના જૂથનો દબદબો કાયમ રહ્યો છે. પૂર્વ ચેરમેન દિનેશ પટેલના સમર્થકોની જીત થઈ છે. ખેડૂત વિભાગની ૧૦ બેઠકો પર પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપ મેન્ડેટ ધરાવતા ૫ ઉમેદવારની જીત થઈ છે.
ઉલ્લેખનીય છે કે, ઊંઝા એપીએમસીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. ઊંઝા એપીએમસીની કુલ ૧૪ બેઠકો માટે ચંટણી યોજાઈ હતી. ખેડૂત વિભાગની ૧૦ બેઠકો અને વેપાર વિભાગની ૪ બેઠકો માટે ચૂંટણી થઈ હતી. ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે ૨૬૧ મતદારોમાંથી ૨૫૮ મતદારોએ મતદાન કર્યું હતું. વેપાર વિભાગની ૪ બેઠકો માટે ૮૦૫ મતદારોમાંથી ૭૮૨ મતદારોએ મતદાન કર્યુ હતું. આજે મતગણતરી યોજાઈ હતી. આમ, ઉંઝા એપીએમસીની સત્તા કોને ફાળે જાય છે તે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.
ત્રણ રાજકીય આગેવાનો ભાજપના નેતા અને તેમની વચ્ચે વર્ચસ્વની લડાઈ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે એક નિવેદનમાં કહ્યું હતું કે, વેપારી પેનલના સમર્થન માટે ઊંઝામાં જાહેર સભા યોજાઈ હતી. નારાજ પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદભાઈએ પણ મેન્ડેડ વાળા ઉમેદવારોને ટેકો આપ્યો છે. ચૂંટણીના પરિણામ આવતા મેન્ડેડવાળા ઉમેદવારો જીતશે. જેને મેન્ટેડ અપાયા તેવા ત્રણ ઉમેદવારો પણ સભામાં ગેરહાજર છે, તેમને બાદમાં મળીશું. મેન્ડેડવાળી ૧૫ સીટો ભાજપ પાસે જ હશે. અત્યાર સુધી છ ઉમેદવારોએ મેન્ડેડવાળા ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું છે.