તામિલનાડુના કુન્નુરમાં આજે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. એમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમનાં પત્ની સહિત ૧૪ લોકો સામેલ હતાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં ૩ લોકોને
બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ૧૧ લોકોના મૃતદેહો મળ્યા છે. ચીફ ઓફ ડિફેન્સ બિપિન રાવત વિશે હજી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.સુત્રોનું કહેવુ છે કે તેમની હાલત નાજુક છે.
બિપિન રાવતના કરિયરનો એક મોટો ભાગ તેમણે ભારતીય સેનામાં સેવા આપીને પસાર કર્યો છે. તેઓ ઊંચાઈ પર યુદ્ધ લડવાના એક્સપર્ટ રહ્યા છે.- બિપિન રાવતને ઊચાઈ પર યુદ્ધ લડવા અને કાઉન્ટર ઈમર્જન્સી ઓપરેશન એટલે કે વળતો જવાબ આપવાની કાર્યવાહીના એક્સપર્ટ માનવામાં આવે છે.,- વર્ષ ૨૦૧૬માં ઉરી સેનાના કેમ્પ પર થયેલા આતંકી હુમલા પછી આર્મી ચીફ જનરલ બિપિન રાવતના નેતૃત્વમાં ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬માં પાકિસ્તાનમાં આવેલી આતંકી શિબિરોને ધ્વસ્ત કરવા માટે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ સર્જિકલ સ્ટ્રાઈક બિપિન રાવતે ટ્રેન્ડ પેરા કમાન્ડોના માધ્યમથી કરી હતી.
– ઉરીમાં સેનાના કેમ્પ અને પુલવામામાં સીઆરપીએફ પર થયેલા હુમલામાં ઘણા જવાનો શહીદ થયા પછી સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.,- આર્મી સર્વિસ દરમિયાન તેમણે એલઓસી, ચીન બોર્ડર અને નોર્થ-ઈસ્ટમાં ઘણો લાંબો સમય પસાર કર્યો હતો.,- બિપિન રાવતે કાશ્મીર ખીણમાં પહેલા નેશનલ રાઈફલ્સમાં બ્રિગેડિયર અને ત્યાર પછી મેજર જનરલ તરીકે ડિફેન્સ ડિવિઝનની કમાન સંભાળી હતી.,- સાઉથ કમાન્ડની કમાન સંભાળતાં તેમણે પાકિસ્તાનથી પશ્ચિમી સીમા પર મિકેનાઈઝ્ડ- વોરફેર સાથે એરફોર્સ અને નેવીની સાથે પણ સારો તાલમેલ ગોઠવ્યો હતો.,- ચીનની બોર્ડર પર બિપિન રાવત કર્નલ તરીકે ઈન્ફેન્ટ્રી બટાલિયનની કમાન સંભાળી ચૂક્યા છે.,- બિપિન રાવતને ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં સ્વોર્ડ ઓફ ઓનરથી નવાજવામાં આવે છે. – રાવતના ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ સાથે ભારતીય સેનાના ૨૭મા સેનાધ્યક્ષ તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે. બિપિન રાવતે અમેરિકાના ફોર્ટ લીવએનવર્થથી કમાન અને જનરલ સ્ટાફ વિષયનો અભ્યાસ કર્યો હતો. સેનામાં તેમના લાંબા કરિયર દરમિયાન જનરલ રાવત સેનાના પૂર્વી સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલ પર આર્મીની એક બટાલિયનનું નેતૃત્વ કરી ચૂક્યા હતા. તે સાથે જ કાશ્મીર અને પૂર્વોત્તરમાં પણ સેનાની કમાન સંભાળી હતી. – રાષ્ટ્રીય રક્ષા એકેડમિ અને ભારતીય સૈન્ય એકેડમીના પૂર્વ વિદ્યાર્થી રાવત ડિસેમ્બર ૧૯૭૮માં સેનામાં સામેલ થયા હતા. તેમણે સેકન્ડ સેફ્ટિનન્ટ સાથે આર્મીની શરૂઆત કરી હતી અને અત્યારે સીડીએસ જનરલ તરીકે સેવા આપતા હતા. તેમણે ચાર દાયકાની સેવા દરમિયાન, રાવતે એક બ્રિગેડ કમાન્ડર, જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ, જનરલ સ્ટાફ ઓફિસર ગ્રેડ-૨ તરીકે પણ કામ કર્યું હતું. તેઓ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનાનો પણ હિસ્સો રહ્યા હતા.
નોંધનીય છે કે બિપિન રાવતનો જન્મ ૧૬ માર્ચ ૧૯૫૮માં ઉત્તરાખંડના પૌડીમાં એક ગઢવાલી રાજપૂત પરિવારમાં થયો હતો. બિપિન રાવતે ૧૯૭૮માં આર્મી જાઈન કરી હતી. તેમણે ૨૦૧૧માં ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીથી મિલિટરી મીડિયા સ્ટડીઝમાં પીએચડીની ડીગ્રી મેળવી હતી.