બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અવારનવાર ભારતીય ક્રિકેટર ઋષભ પંત સાથે ડેટિંગની અફવાઓને લઈને ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર અવાર-નવાર થતી ચર્ચાઓ પછી લોકોના મનમાં આ સવાલ અનેકવાર ઉઠી રહ્યો છે કે શું તેમના મનમાં હજુ પણ ક્રિકેટર માટે કંઈક છે? ઘણીવાર તો લોકો તેની પોસ્ટને રિષભ પંત સાથે પણ જાડે છે. ત્યારે હવે અભિનેત્રીએ આ બાબતે પોતાનું મૌન તોડ્યું છે અને જણાવ્યું છે કે રિષભ પંત અને તેની વચ્ચે શું છે.
ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ઘણી એકટીવ રહે છે. તેનું નામ અનેકવાર ક્રિકેટર ઋષભ પંત સાથે જાડાય ચૂક્યું છે. આટલું જ નહીં, ઉર્વશી આ કારણે ઘણી વખત ટ્રોલ પણ થઈ છે. તાજેતરમાં તેણે આરપી (ઋષભ પંત) વિશે વાત કરી હતી. તેણીએ કહ્યું, મને આરપી સાથે મારી ઉડતી અફવાઓ અંગે, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ મીમ્સ અને અફવાઓ પાયાવિહોણા છે.
ઉર્વશીએ આગળ કહ્યું, ‘મને મારી પર્સનલ લાઈફ પ્રાઇવેટ રાખવી ગમે છે. મારું ફોક્સ મારા કરિયર પર છે અને હું મારા કામ પ્રત્યે પેશનેટ છું. તે મહત્વનું છે કે, આવી બાબતોને Âક્લયર કરવી જાઈએ અને બિનજરૂરી અફવાઓ ફેલાવવાને બદલે સત્ય જાણવું વધુ સારું છે. મને ખબર નથી કે આ મીમ મટીરીયલ પેઝ કેમ આટલું ઉત્સાહિત હોય છે.’
અફવાઓ વિશે વાત કરતા, ઉર્વશી રૌતેલાએ વધુમાં કહ્યું, ‘મારી અંગત જીવન વિશે બિનજરૂરી અફવાઓનો સામનો પડકારજનક હોઈ શકે છે. આવી વાતોથી બહાર આવવા માટે હું મારા કામ અને મારી પર્સનલ ગ્રોથને કંટ્રોલ કરી શકું તેના પર હું મારું ધ્યાન કેન્દ્રિત કરું છું. હું પ્રાઇવેસી જાળવી રાખીને અફવાઓ વિશે સ્પષ્ટપણે બોલવાનું પસંદ કરું છું અને અટકળોને મારી કારકિર્દી પર અસર થવા દેતી નથી.’
ઉર્વશી રૌતેલા અવારનવાર ક્રિકેટર ઋષભ પંત સાથેના કથિત સંબંધને કારણે ચર્ચામાં રહે છે. વર્ષ ૨૦૨૨માં ઉર્વશીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આરપી નામનો વ્યક્તિ એક હોટલમાં ઘણા કલાકો સુધી તેની રાહ જાઈ રહ્યો હતો. આ પછી આરપીને રિષભ પંત સાથે જાડી દેવામાં આવ્યું. ઉર્વશીએ પ્રેમ અને હાર્ટબ્રેક પર એક ક્રિપ્ટીક પોસ્ટ પણ શેર કરી હતી. જ્યારે પંત ટીમ ઈન્ડીયાની મેચ માટે ઓસ્ટ્રેલિયાહતો ત્યારે ઉર્વશી પણ ત્યાં પણ હતી. જા કે, તેણે સ્પષ્ટતા કરી કે તેના જીવનમાં આરપી તેના સહ-અભિનેતા રામ પોથિનેની છે.
ઉર્વશી રૌતેલાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ ‘કસૂર’માં જાવા મળશે, જેમાં આફતાબ શિવદાસાની લીડ રોલમાં છે. આ એક હોરર ડ્રામા ફિલ્મ હશે. આ સિવાય ઉર્વશી ટૂંક સમયમાં નંદમુરી બાલકૃષ્ણા સાથે ‘દ્ગમ્દ્ભ૧૦૯’ અને અહેમદ ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘બાપ’માં જાવા મળશે. ઉર્વશી અક્ષય કુમાર સ્ટારર ‘વેલકમ ટુ ધ જંગલ’માં પણ જાવા મળશે.