ઉપલેટામાં રહેતા ગૌપ્રેમી અને પ્રકૃતિપ્રેમી દ્વારા દીકરીના લગ્નપ્રસંગે અનોખો પ્રયોગ હાથ ધર્યો હતો. ગાયના ગોબર અને વિવિધ વનસ્પતિઓનાં બીજમાંથી અનોખી કંકોત્રી બનાવવામાં આવી હતી. ઉપલેટામાં રહેતા ગૌપ્રેમી અને પ્રકૃતિપ્રેમી સુનિલ ધોળકિયાએ દીકરીના લગ્નપ્રસંગે ગૌમાતાના મહિમાનું ગાન કરતાં ગાયના ગોબર અને વિવિધ વનસ્પતિઓના બીજમાંથી અનોખી કંકોત્રી બનાવડાવી છે. ગુજરાતમાં સંભવિત રીતે આવી કંકોત્રી પહેલીવાર બની છે જેની અચરજ પમાડે એવી વિશેષતા છે. કુટુંબીજનો અને સ્નેહીજનો લગ્ન બાદ આ કંકોત્રીને ફેંકવાને બદલે માટીમાં વાવવાથી એમાં રહેલાં બીજના કારણે તુલસી, ગુંદા, વરિયાળી, જીરું જેવા નાના છોડ ઊગશે. ગાયોનું મહ¥વ અને સંરક્ષણ વધે તેમજ
પ્રકૃતિનું મહત્વ આપણે સૌ સમજીને સ્વીકારીએ એ ઉદ્દેશ આ કંકોત્રી બનાવવા પાછળનો હતો. મહત્વનું છે કે, કંકોત્રીના પેપર જયપુરમાં બનાવ્યા હતા અને તેમાં પ્રિન્ટિંગ ઉપલેટામાં કરાયું હતું.