ઉનાના સીમાસી ગામે ગીરગઢડા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલ ત્યારે કેસરીયા રોડ પરથી સફેદ કાર નિકળતા પોલીસે કારને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે કારને ભગાવી મૂકી હતી. ત્યાર બાદ પોલીસે કારનો પીછો કરેલ પરંતુ કારમાં બેસેલા બે શખ્સો કાર રસ્તા પર મૂકી નાસી છુટ્યા હતા. બાદમાં કારની અંદર ચેકિંગ કરતા ડેકીમાં બનાવેલ ચોરખાના માંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો નંગ-૯૯ કિં.રૂ.૭૧,૬૧૦ તેમજ કાર સહિત કુલ કિ.રૂ.૧,૭૧,૬૧૦ નો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સો સામે ફરિયાદ નોંધી તેને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કરેલ છે.