ઉના સરકારી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગમાં પંખાની સુવિધા ન હોવાથી મહિલા દર્દીઓ ગરમીથી ભારે હાલાકી અનુભવી રહ્યા છે. તબીબની ચેમ્બર બહારની લોબીમાં પંખા નથી, જ્યારે હોસ્પિટલ અધિક્ષકની ચેમ્બર બહાર પંખા ઉપલબ્ધ છે. સામાજિક કાર્યકર વિનુ ચૌહાણે વારંવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી. ગરમીથી પરેશાન દર્દીઓ અને કાર્યકરોએ વહેલી તકે પંખા લગાવવાની માંગ કરી છે, જેથી ગરીબ દર્દીઓને રાહત મળી શકે.










































