ઉના – સતાધાર બસના ડ્રાઇવર તેમજ મુસાફરો સાથે વનવિભાગના કર્મચારીઓ દ્વારા ઉધ્ધત વર્તન કરાયું હોવાનું સામે આવતાં વન કર્મચારીઓ સામે રોષ ફેલાયો છે. જાણવા મળતી માહિતી મુજબ ઉના – સતાધાર રૂટની બસ જસાધાર ચેકપોસ્ટ પાસેથી પસાર થયા બાદ આ બસ જ્યારે આસુંદ્રાલી નેસ પાસે પહોંચતા જ વન કર્મચારીઓએ એસ.ટી. બસને રોકી હતી અને ડ્રાઇવર સાથે દાદાગીરી શરૂ કરી હતી. પ૦ જેટલાં મુસાફરોને નીચે પણ ઉતરવા દીધા ન હતાં. વન કર્મીઓની કનડગત બાબતે મુસાફરોમાં રોષ ફેલાયો હતો. અને આવા વન કર્મચારીઓ સામે પગલાં ભરવા મુસાફરોએ માંગ કરી છે.