ઉના શહેરમાંથી પસાર થતો નેશનલ હાઈવે તથા ભૂગર્ભ ગટરનું કુલ રૂ. ૫૪.૫૦ કરોડના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કે.સી. રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉના નગરપાલિકા અને ધારાસભ્ય કે.સી. રાઠોડના સતત પ્રયત્નોથી શહેરના મધ્યમાંથી પસાર થતો નેશનલ હાઈવે ઓથોરીટી હસ્તકનો રસ્તો હાલમાં નગરપાલિકાને સોંપવામાં આવેલ છે. આ રસ્તાનું રૂ. ૧૨.૫૦ કરોડના ખર્ચે નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ તકે પરેશભાઈ બાંભણીયા, દર્શનાબેન જોષી, પાલિકાના સદસ્યો, જયદેવભાઈ જે. ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.