ઉના શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ‘એક દિવાળી માનવતાની’ સંગઠન દ્વારા રામના વાડી વિસ્તારમાં જરૂરિયાતમંદોને કપડાનું તથા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંગઠન છેલ્લા ઘણા વર્ષોથી સેવાકાર્ય કરે છે, જેમાં ગરીબ અને મધ્યમ લોકો દિવાળી સારી રીતે ઉજવે અને તેના બાળકો પણ સારા કપડાં પહેરે, સારા ચપ્પલ પહેરે તે દિશામાં સેવાકાર્ય આ સંગઠન કરે છે. આ સેવાકાર્યમાં ધારાસભ્યથી લઈને અનેક રાજકારણીઓ મુલાકાત લેતા હોય છે અને તેમની સેવાને બિરદાવતા હોય છે.