ઉના, તા.૧૬
ઉનામાં જનતા ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે અને આ વર્ષે ટ્રેન દ્વારા લોકોને કોલસાની ખાણમાં લઈ જવાયા હતા. ટ્રેન દ્વારા દ્વારકા નગરી સહિત અલગ અલગ પ્રોજેક્ટ બતાવવામાં આવે છે. આ ટ્રેન બાળકો સહિત લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી અને મોટી સંખ્યામાં લોકોએ ગણેશોત્સવનો લાભ લીધો હતો. આ મહોત્સવ અંતર્ગત દ્વારકાના દરિયાના પાણીમાં મંદિરના દર્શન થાય તેવાં પ્રોજેક્ટ ગોઠવવામાં આવ્યા હતા. જનતા ગ્રુપના યુવાનોએ આ પ્રોજેક્ટની સફળતા માટે છેલ્લા બે માસથી જહેમત ઉઠાવી હતી.