વિહિપ જિલ્લા મંત્રી નીપુલભાઈ શાહ, પ્રમુખ યશવંત બાંભણીયા, બજરંગ દળ સંયોજક ભાવેશભાઈ સાંખટ, પત્રકાર ચિંતનભાઈ ગઢીયા, નિરવભાઈ સાથે ગીર સોમનાથ જિલ્લાના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાનું પ્રભુ શ્રી રામની મૂર્તિ આપી સન્માન કરવામાં આવ્યું હતું સાથે ઉનામાં આવેલ અમુક અતિ પ્રાચીન અને ઐતિહાસિક મંદિરો આસપાસ દબાણો તેમજ મંદિરના વિકાસ માટેની વિંનતી કરી હતી. ગુજરાત ભરમાં શ્રેષ્ઠ નંબરે આવતા ઉના શહેરના રામનવમી ઉત્સવમાં કલેકટર દ્વારા અડચણમાંથી રાહત આપી હતી. વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ તેમજ સમસ્ત હિંદુ સમાજ રામનવમી ઉત્સવમાં જિલ્લા પ્રશાસન, તાલુકા તથા શહેર પ્રશાસન, ઉના નગરપાલિકા તેમજ કર્મચારીઓ, દાતાઓ, વકીલો, ડોક્ટરો, પત્રકાર મિત્રો, વેપારી અગ્રણીઓ, ઁય્ફઝ્રન્ કર્મચારીઓ તેમજ તન, મન અને ધનથી સેવા કાર્યોમાં પારંગત એવા બજરંગી કાર્યકર્તા ભાઇઓ તેમજ પ્રોત્સાહિત કરનારા તમામ ભાઈઓ તથા બહેનોનો આયોજકોએ ખૂબ ખૂબ અંતઃકરણ પૂર્વક આભાર માન્યો હતો.









































