ઉના-ભાવનગર હાઈવે બ્રીજ પાસે રસ્તા પર બે સિંહોએ પશુને જાઈને તેના પર હુમલો કરતા પશુઓએ સામે વળતો જવાબ આપતા સિંહો પણ પાછા હટી ગયા હતા અને શિકારની કોશિશ નિષ્ફળ નિવડી હતી. આ ઘટનાનો વીડિયો કોઈ વ્યક્તિ દ્વારા બનાવી સોશિયલ મીડિયામાં મુકતા ખુબ વાયરલ થવા પામ્યો છે. ઉના- ભાવનગર હાઈવે પર બે સિંહે પશુની પાછળ ધીમે ધીમે ચાલીને પશુઓ ઉભા રહેતા તેમને ઘેરી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પશુએ જીવ બચાવવા મરણીયો હુમલો કરતા સિંહ દૂર ભાગી યાજપર ગામ તરફ જતા રહ્યા હતા. આ ઘટનાનો વીડિયો એક કાર ચાલકે બનાવી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.