ઊના બાર એસોસીયેશનના સભ્યોની ચૂંટણી યોજાયેલ હતી. આ બાર એસોસીયેશનની ચુંટણીમાં ૧૪ સભ્યોએ ઉમેદવારી માટેના ફોર્મ ભરેલા હતા. જેમાં ચૂંટણી કમિશનર આઇ. સી. ત્રિવેદી દ્વારા ફોર્મનું વેરીફિકેશન કરવામાં આવેલ આ તમામ ઉમેદવારી પત્રો મંજુર કરવામાં આવેલ છે. જેમાં બાર એસોસીયેશનમાં ૧૪ મેનેજીંગ કમિટીના સભ્યો હોય ૧૪ ઉમેદવારી ફોર્મ આવેલા જેમાં તમામ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવેલ હતા. જેમાં વર્ષાબેન ડાંગોદરા, પરિક્ષિત ડોબરીયા, હિતેષકુમાર દુધાત, બીમલકુમાર દેસાઇ, નિલેશકુમાર ડાભી, અમરકુમાર દેશાવલ, મહંમદસમીર હાલાઇ, રશ્મિબેન જોષી, નિકુંજ કથીરીયા, સંજર કાદરી, ભવ્યભાઇ પોપટ, સુમૈયા સુમરા, પ્રશાંતકુમાર સોલંકી, તેમજ અરજણભાઇ સોલા આ તમામ સભ્યો બાર એસો.ની ચૂંટણીમાં બિનહરીફ થયા છે.