ઉના શહેરમાં આખલાની સંખ્યા વધતી જતી હોવાથી આખલાઓ ગમે ત્યાં યુધ્ધ કરતા નજરે પડી રહ્યાં છે. થોડા દિવસ પહેલા આખલાને કારણે વૃધ્ધ મહિલાનુ મોત નિપજયુ હતુ તો શહેરના ભરચક્ક બસ સ્ટેશનમાં આખલાઓ યુધ્ધ કરતા હોવાથી મુસાફરોમાં ભયનો માહોલ છવાયો હતો.