મોટા ડેસર અને સિલોજ ગામમાં હથિયાર અને બુકાનીધારી ઇસમોનો વાયરલ વીડિયો સામે અસરકારક કાર્યવાહી કરતા ઉના પોલીસ અને ગીર સોમનાથ એલસીબીએ દેલવાડા અને લામધાર ગામેથી હથિયારો સાથે કુલ સાત ઇસમોની ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે લામધાર પાસેથી ટોયોટા ઇનોવા કારમાંથી છ ઇસમોને હથિયારો સાથે ઝડપી પાડ્‌યા હતા, જ્યારે દેલવાડામાં પેટ્રોલિંગ દરમિયાન બોલેરો ગાડીમાંથી ધારદાર ધારીયા સાથે એક ઇસમને પકડ્‌યો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ ઇસમો ભૂંડ પકડવા આવ્યા હતા. જો કે, થોડા દિવસ પહેલા વાયરલ થયેલા વીડિયોમાં દેખાતા બુકાનીધારી ઇસમો અંગે પણ તેમની પૂછપરછ ચાલુ છે. ગ્રામજનોની
રજૂઆતને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી રાત્રી પેટ્રોલિંગ પણ વધારી દીધું છે.